તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:તળાજા તેમજ આજુબાજુના ધર્મસ્થાનોમાં પાઇપલાઇન દ્વારા ગેસની સુવિધા ક્યારે?

તળાજા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રી દિવસ ધમધમતા ધર્મસ્થાનોના રસોડામાં બળતણ અને લાકડાનો વધતો ઉપયોગ પર્યાવરણને ગંભીર અસર : કુદરતી ગેસ સસ્તો અને સુરક્ષીત સાબિત

ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા રાજયનાં અનેક વિસ્તારોમાં ભુગર્ભ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ પુરો પાડવાની કાર્યવાહી ભાવનગર મહાનગર તેમજ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં રસોઇ માટે પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની કામગીરી થઇરહી છે ત્યારે તળાજાનાં શહેરી વિસ્તાર તેમજ સાર્વજનિક ધર્મસ્થાનોમાં પાઇપલાઇન દ્વારા ગેસ કયારે મળશે તેની લોકો રાહ જોઇ રહયાં છે.

ઘરઘરમાં રાંધણ માટે પાઇપલાઇન ગેસ આપવાની તેમજ સરકાર દ્વારા સાર્વજનિક સંસ્થાઓ, મંદિરો, યાત્રાધામો, તેમજ ધાર્મિક પર્યટનીય કેન્દ્રોમાં સાર્વજનિક સ્વરૂપે ચલાવાતા સદાવૃમાં ભોજન પ્રસાદની રસોઇ માટે કુદરતી ગેસ પુરો પાડવાની સરકારની નીતિને અનુલક્ષીને તળાજા વિસ્તારમાં હેતુ માટેનાં ધર્મસ્થાનોનાં રસોડા માટે પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પુરો પાડવામાં આવે તો આવા વિસ્તારોમાં પ્રદુષણથી મુકત સ્વચ્છ અને સુઘડ વાતાવરણ રહે અને બળતણ માટે વૃક્ષો કાપવાની જરૂરીયાત ઘટી જાય અને પર્યાવરણનો ઉમદા હેતુ પણ જળવાઇ રહે અને ઇકોફ્રેન્ડલી વાતાવરણ જળવાઇ રહે.

ભાવનગર જીલ્લામાં પીપાવાવ બંદર તરફ કુદરતી ગેસ સપ્લાઇ માટે ભુર્ગભમાં પાથરવામાં આવેલ હાઇ સીકયુરીટી ગેસ પાઇપ લાઇન તળાજા ઉપરાંત નજીકનાં પસવી, બોરડા, જાગધાર, નજીકનાં વિસ્તારોમાંથી પસાર થાય છે. તેમાંથી શહેરી વિસ્તારોને અને માર્ગ નજીક આવતા ગુરૂ આશ્રમ બગદાણા, માંગલ માતા તિર્થ ભગુડા, ઉંચા કોટડા ચામુંડા શકિતપીઠ, કાળભૈરવ ધામ રોજીયા ઉપરાંત દરિયા કાંઠાનાં મોટાગોપનાથ, મસ્તરામધામમાં યાત્રીકો પર્યટકો માટે સાર્વજનિક સ્વરૂપે સદાવ્રત માટે ચલાવાતા રસોડાઓમાં પર્યાવરણ લક્ષી અને પ્રદુષણ મુકત કુદરતી ગેસ પુરો પાડવામાં આવે તેવી આ ધર્મસ્થાનોનાં ટ્રષ્ટો, યાત્રીકો, પર્યટકો અને આમ ભાવિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

વિશ્વ વિખ્યાત ગુરૂઆશ્રમ બગદાણા માટે અનિવાર્ય
વિશ્વ વિખ્યાત ગુરૂ આશ્રમ બગદાણા તિર્થનો ધાર્મિક અને સામાજીક સમરસતાનો મહિમા અનેરો છે. આ તીર્થમાં દૈનીક અંદાજીત પાંચ થી છ હજાર યાત્રીકો માટે ભોજન પ્રસાદ હોય છે. જે રવિવારે અને તહેવારોમાં બમણી સંખ્યા થાય છે. તેમજ ગુરૂપૂર્ણિમા અને પૂ. બજરંગદાસ બાપાની પૂણ્યતિથીએ અહી પધારતા લાખોની સંખ્યાનાં દર્શનાર્થીઓ યાત્રીકોને નાત-જાતનાં ભેદભાવ વિના ભોજન પ્રસાદ પીરસાય છે.

ઉપરાંત આસપાસનાં યાત્રાધામોમાં હરીહર પ્રસાદ નો મહિમા વધતો જાય છે. જે માટે રાત્રી દિવસ ધમધમતા રસોડામાં બળતણ અને લાકડાનો વધતો ઉપયોગ પર્યાવરણને ગંભીર અસર કરે છે જેની સામે કુદરતી ગેસ સસ્તો, સરળ અને સુરક્ષીત સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો