તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:દિહોરમાં ઉભરાતી ગટર અને વહેતા ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજુબાજુના ગામોના લોકોની દિહોરમાં અવર જવર
  • ગામના મુખ્ય રસ્તાઓ ગંદકીથી ખદબદતા હોવાથી રોગચાળો ફેલાવાની ઉભી થતી દહેશત

તળાજા તાલુકાના દિહોર ગામે ઘણા સમથથી અનેક જગ્યાએ ગટર ઉભરાઇ રહી છે. એમાંય અધૂરામાં પૂરૂ નળનું પાણી પણ શેરીઓ, બજારોમાં નિકળે છે. જે આગળ જતા ગંદા પાણીની સાથે ભળીને ગંદકીમાં વધારો કરે છે. દિહોરમાં અનેક ગામોનું હટાણું છે. વળી અહીં SBI જેવી રાષ્ટ્રીય બેન્ક છે. જે આસપાસના ગામમાં કયાંય નથી.

પોસ્ટ ઓફીસ, પ્રા.શાળા, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનગી સરકારી શાળાઓ સેવા સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ, ખાતર બિયારણ અને જંતુનાશક દવાના ડેપો, સરકારી આયુવેદિક દવાખાનું, પશુ દવાખાનું પશુ દવાખાનું, ખાનગી દવાખાનઓ, ખેતીવાડી ઓજાર, બિલ્ડીંગ મટરીયલ તથા હાર્ડવેર-સેનેટરી વગેરે જેવી ચીજ વસ્તુઓ માટેની દુકાનો ઉપરાંત અન્ય અનેક વેપાર-ધંધા માટેની દુકાનો હોવાથી દિહોર ગામ આખો દિવસ મુલાકાતીઓથી ભરપુર રહે છે. ઉપરાંત આજુબાજુના પંદર-વીસ ગામોને ભાવનગર, મહુવા, બરવાળા, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, કચ્છ વગેરે સ્થળોએ જવા માટે દિહોરથી સરકારી અથવા ખાનગી બસની વ્યવસ્થા મળી રહે છે.

બજાર અને મુખ્ય રોડમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. જેમાં ગંદા પાણી ભરાય છે. અને માખી મચ્છરની ઉપદ્રવ વધે છે. પરિણામે રોગચાળો ફેલાવીની દહેશત વધતી જાય છે. દિહોરને વહેલી તકે આ ગટર અને ગંદકીના ત્રાસમાંથી મુકત કરવાની જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...