તળાજામાં CSPC અને પશુ દવાખાના ટીમ દ્વારા પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગને અટકાવવા રસીકરણની જુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ખરવા-મોવાસા રોગ વિષાણુ થી થતો ચેપીરોગ છે જે ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરા, ડુકકર અને કેટલાક જંગલી પશુને થાય છે જેમાં પશુને તાવ આવે, મોઢામાંથી લાળ પડે, મુખમાં અને ખરી માં ચાંદા પડે, પશુ લંગડાય આવા ચિન્હો જોવા મળે છે. આ રોગથી દુધાળા પશુના દૂધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો થાય, બળદની કાર્યક્ષમતામાં ઘટાડો, પશુની ગરમી સહન કરવાની શક્તિ ઘટે વગેરે અસરો જોવા મળે છે.
તળાજા પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી ડો. આર. જી. માળી અને તેમની ટીમ દ્વારા તાલુકામાં બધાજ ગામોમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુપાલકોમાં રસીકરણ બાબતે જાગૃતા લાવવા માટે કોસ્ટલ સેલિનીટી પ્રિવેન્શન સેલ (ટાટા ટ્રસ્ટ), તળાજાના પ્રોગ્રામ ઓફિસર ગૌતમભાઈ સોલંકી અને હસમુખભાઈ વેગડ તથા તેમની ફિલ્ડ ટીમ દ્વારા તળાજાના કુલ 108 ગામોની વિવિધ ડેરીઓ તથા ગામના વિવિધ સેન્ટર પોઈન્ટ ઉપર પોસ્ટર લગાવી તેમજ સોશિયલ મીડિયા દ્વારા ખરવા-મોવાસા રસીકરણ માટે જાગૃતા લાવવાવા માટે ઝૂંબેશ ઉઠાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.