તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અપમૃત્યુ:તળાજામાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા તાલુકાના ગોરખી ગામે તેમજ દેવલી ગામે જુદા જુદા બે અપમૃત્યુના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે.બનાવ અંગે મળતી વિગત મુજબ ગોરખી ગામે ખેત મજુરી કરતા ભગતભાઇ ઘુસાભાઇ બાલધીયા (ઉ.વ.40)આજે શૈત્રુંજી નદી નજીક પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમનો પગ લપસતા નદીના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને તેમનો મૃતદેહ ધનેશ્વર નજીકના ચેકડેમ પાસેથી મળી આવતા હોસ્પિટલ ખસેડાયેલ જ્યા ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજા બનાવમાં દેવલી ગામે રહેતા ભુપતભાઇ લાખાભાઇ પરમાર (ઉ.વ.60) આજે બપોરના સમયે સીમવાડીમાં બકરાનો પાલો લેવા જતા વાડીના શેઢા નજીક અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા ઘટના સ્થળે જ તેમનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અંગેની એન્ટ્રી કરી બન્ને મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો