તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દિહોર સમઢિયાળા સીંગલપટ્ટી રોડના અધુરા કામથી પરેશાની

તળાજા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ ઢંગધડા વગરનું થવાથી લોકોને મુશ્કેલી
  • ડબુકીયા નદીનો બેઠો પુલ બે વર્ષથી તુટી ગયો નવો પુલ બનાવવાનું કયાંરે મુહૂર્ત આવશે

તળાજા તાલુકાના દિહોર ગામથી સમઢિયાળા-બેલાનો સીંગલ પટ્ટી રોડ તાજેતરમાં નવો બનાવવામાં આવ્યો છે. રોડ નવો બનતા મુસાફરોની હાડમારી ઓછી થઈ અને લોકોમાં હર્ષની લાગણી ફેલાણી છે પરંતુ આ રોડમાં કેટલીક જગ્યાઓ નાળાનું કામ અધુરૂ છોડી દેવાયું છે.

ઘણી જગ્યાએ નાળા ઉપર આરસીસી બાંધકામ કરાયું જ નથી.સમઢિયાળા ગામથી અડધો કિ.મી. દૂર ડબુકીયા નામે ઓળખાતી નદી આવેલી છે. આ નદી ઉપરનો બેઠેલો પૂલ વર્ષોથી તૂટી ગયો છે. RCCનું નામ-નિશાન રહ્યું નથી. રોડ નવો બનવાની સાથે નદી ઉપરનો પુલ નવો બનાવાયો નથી. ઘણી વખત પુર આવવાથી રસ્તો બંધ થઈ જાય છે અને ખેડૂતોને વાડી-ખેતરે જવામાં મુશ્કેલી પડે છે તેમજ બેલા-તળાજા તરફ જતો ટ્રાફિક પણ અટકી જતો હોવાથી આ નદી ઉપર પુલની તાતી જરૂરીયાત છે. તેમજ કામચલાઉ બેઠા પુલની નીચે ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી જરૂર છે.

ચોમાસામાં સતત વરસાદથી પુલ ઉપર લીલ જામ થઈ જાય છે જેને કારણે વાહનો સ્લીપ થઈ જાય છે પગપાળા નીકળતા ખેડૂતો-મજૂરો-પશુઓ-પશુપાલકો લપસી પડે છે. આ ઉપરાંત દિહોર-બેલા રોડ ઉપર જ્યાં નાળા ઉપર કરાયેલું આરસીસી રોડનું કામ નબળું હોવાથી વાહનચાલકોને ઈજા થાય છે.

અન્ય સમાચારો પણ છે...