ચૂંટણી:તળાજા નગરપાલિકામાં બે બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.4 ઓક્ટોબરે મતદાન યોજાશે
  • ​​​​કુલ 9 ફોર્મ રજુ થયા, મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આપ નાં ઉમેદવારો વચ્ચે જામશે જંગ

તળાજા નગર પાલિકાની વોર્ડ નં 4 અને વોર્ડ નં. 6 ની ખાલી પડેલ એક એક સીટ માટે આજરોજ ઉમેદવારી પત્રકો રજુ કરવાની આખરી મુદતમાં કુલ 9 ઉમેદવારી પત્રકો ભરાયા હોવાનું જાણવા મળેલ છે. વોડ નં 4 માં સામાન્ય બેઠક પરની એક બેઠક માટે કુલ પાંચ ફોર્મ તેમજ વોર્ડ નં 6ની મહિલા સામાન્ય અનામતની બેઠક માટે કુલ ચાર ફોર્મ ભરાયા છે. આ બન્ને બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ યોજાશે તેવું જણાંઇ રહયું છે.

તળાજા નગર પાલિકામાં વોર્ડ નંબર ચાર પરથી ચુંટાયેલા નગરપાલિકાનાં પ્રમુખ વિનુભાઇ વેગડ સસ્પેન્ડ થતા અને વોર્ડ નંબર 6 નાં સભ્ય દિવ્યાબા મહેન્દ્રસિંહ સરવૈયાએ સભ્ય તરીકે રાજીનામું આપતા ખાલી પડેલ બન્ને બેઠકો માટેની આ ચુંટણીમાં ચકાસણી અને અરજીપત્રકો પાછા ખેંચવાની મુદત પછી આ ચુંટણી જંગનું ખરૂ ચિત્ર સ્પષ્ટ થશે. ચુંટણી આગામી તારીખ 4/10/2021 નાં રોજ યોજાશે. જેમાં ત્રિપાખીયો જંગ જામશે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...