તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, ગત ટર્મમાં કોંગ્રેસના સાથથી ભાજપ સત્તામાં હતું

તળાજા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ,કોંગ્રેસ ઉપરાંત આપ સક્રિય થતા 32 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાનમાં

તળાજામાં તાલુકા પંચાયત ચુંટણીમાં ભારતિય જનતા પાર્ટી, કોંગ્રેસ ઉપરાંત આ વખતે "આપ"નું પરિબળ સક્રિય થતા કેટલીક બેઠકો પર મુકાબલો ત્રીપાંખીયો બની રહેશે.જો કે ગત ટર્મમાં કોંગ્રેસના શાસનમાં સત્તા પલટો થતા ભાજપનું શાસન રહયું હતું.

તળાજા તાલુકા પંચાયતોની 32 બેઠકોની ચુંટણીમાં ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ હવે કુલ 80 ઉમેદવારો મેદાનમાં રહયા છે. જેમાં ફુલસર અને સરતાનપરની બેઠકો પર ભાજપનાં બે અસંતુષ્ટે પણ ઉમેદવારી નોંધાવી છે. જોકે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર મુખ્ય મુકાબલો બે રાષ્ટ્રીયપક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહેશે તેમ છતાં આ વખતે કેટલીક બેઠકો પર "આપ"ના ઉમેદવારો તેમજ અસંતુષ્ટ અપક્ષોની એન્ટ્રી થતા તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી રહેશે એમ જણાઇ રહયું છે. ગત સમયમાં તળાજા તાલુકા પંચાયતમાં પહેલી ટર્મમાં કોંગ્રેસનું શાસન રહયું હતું પરંતુ ત્યાર બાદ ભાવનગર જીલ્લા પંચાયતનાં શાસનમાં સતા પલ્ટો થઇ ભા.જ.પનું શાસન આવતા બીજી ટર્મમાં તળાજા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં બળવાખોરનાં સાથથી ભા.જ.પએ સતા મેળવી હતી. ભાજપમાં ગ્રામ્યકક્ષાએ પક્ષનું સંગઠન મજબુત હોવાથી ચુંટણીનો વ્યુહ ગોઠવાઇ રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો