આજે મતદાન:તળાજા પાલિકામાં બે વોર્ડની પેટા ચૂંટણી માટે આજે ત્રિ-પાંખિયો જંગ

તળાજા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને બેઠકો અંકે કરવા મોટા માથા મેદાને
  • ​​​​​​​વોર્ડ 4 અને 6ની એક-એક બેઠકો માટે આજે મતદાન થશે

તળાજા નગરપાલિકાની ખાલી પડેલ વોર્ડ નં 4 અને વોર્ડ નં 6 ની એક-એક બેઠકની પેટા ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાશે. વોર્ડ નં 4 માટેની મહિલા સામાન્ય બેઠકની અને વોર્ડ નં 6 ની સામાન્ય બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોગ્રેંસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્રણેય પક્ષો માટે આ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહયું છે. અને છેલ્લા દિવસોમાં કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરેલ છે. જ્યારે આ બન્ને બેઠકોની પેટાચુંટણીમાં ત્રણેય રાજકીય પક્ષોનાં સંગઠનનાં દિગ્ગજો પણ અંગત રસ રહ્યા છે.

વોર્ડ નં 4 પર કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઇ આવેલ દિવ્યાબા મહેન્દ્રસિંહ સરવૈયા ભાજપમાં જોડાઇ જતા રાજકીય કારણોસર રાજીનામું આપી દિધેલ અને વોર્ડ નં 6 પર મુળ ભાજપમાંથી ચૂંટણી લડીને પ્રમુખપદની બીજી ટર્મમાં પ્રમુખપદ મેળવવા ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસનો સાથ લઇને પ્રમુખપદ મેળવ્યું હતું જે પક્ષાન્તરધારા હેઠળ સભ્યપદ માટે ગેરલાયક ઠરતા તેને કાયદા મુજબ સસ્પેન્ડ કરતા તે સીટ ખાલી થયેલ હતી. તળાજા નગરપાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનું શાસન રહયું છે.

અને છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસની લડાઇ બાદ અલ્પ બહુમતી પાલિકાના પ્રમુખપદની બીજીટર્મમાં ભાજપમાં બળવો થતા થોડો સમય સતા ગુમાવવી પડી હતી. કોઇપણ પક્ષ મતદારોને સમજવામાં ભુલ કરી મતની તાકાત ઓછી આંકશે તો અલગ પરિણામ આવે તેવી તળાજા પાલિકાની બન્ને બેઠકોની ચુંટણીમાં ભર્યા નાળીયેર જેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...