સમસ્યા પ્રત્યે તંત્રના આંખ મિચામણા:પાર્કિગ સુવિધાનાં અભાવે તળાજાની માથાના દુ:ખાવા જેવી ટ્રાફીક સમસ્યા

તળાજા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોનો અતિરેક, પાર્કીગંનુ કોઈ આયોજન નહીં : પાલિકાનું પાર્કિંગ સુવિધા માટેનું બિલ્ડીંગ ખાતર માથે દિવા સમાન
  • તળાજાનાં બે મુખ્ય માર્ગો બગીચાથી મુખ્ય બજાર થઇ વાવચોક તેમજ બસ સ્ટેન્ડથી શાકમાકેર્ટ રોડ વ્યસ્ત

વિકાસતા જતા તળાજામાં અનેક સમસ્યાઓમાં સૌથી જટીલ અને ત્રાસદાયક સ્થિતિ માથાના દુ:ખાવા જેવી પાર્કિગની છે. છેલ્લા વર્ષોમાં જુદા જુદા પ્રકારનાં વાહનોનાં ઉપયોગમાં થયેલ અનેકગણી વૃધ્ધિથી આ પ્રશ્ર્ન દિવસે દિવસે ત્રાસદાયક બનતો જાય છે. તળાજા શહેરની મુખ્ય બજારોમાં વાહન પાર્કિગની ક્ષમતા જ ન હોવાથી આડેધડ જ્યાં જગ્યા હોય ત્યાં વાહનો ખડકાઇ જતા હોવાથી ટ્રાફિકની સમસ્યા બવેડાઇ જાય છે જે રાહદારીઓ,બાળકો મહિલાઓ અશકતો સહીત સામાન્ય વર્ગ માટે પસાર થવું સતત જોખમ દાયક રહે છે.

તળાજાનાં બે મુખ્ય માર્ગો બગીચાથી મુખ્ય બજાર થઇ વાવચોક થી સરતાનપર રોડ, તેમજ બસ સ્ટેન્ડ થી શાકમાકેર્ટ, લાતી બજાર થઇને ગોપનાથ રોડ ઉપરાંત તળાજા ગામતળની જુની બજારો, દિવસ દરમિયાન તમામ પ્રકારનાં વાહનોથી વ્યસ્ત રહે છે. બહાર ગામથી કામ સબબ આવતા લોકો પોતાનાં વાહનો સાથેજ બજારમાં આવતા હોય તેમજ ગામડાનાં હટાણાનાં ટેમ્પા, છકડા, મોટર સાઇકલ સવારો પણ બજારમાં આવતા હોય રોડ પર બન્ને સાઇડમાં દુકાનો હોવા છતા વાહનો રસ્તા પર જ પાર્ક કરાય છે.

પાર્કિંગ માટે તળાજા પાલિકાનો અધુરો પ્રયાસ
તળાજામાં જ્યાં છ રસ્તાઓ ભેગા થાય છે તે ભારે વ્યસ્ત વાવચોકમાં આડેધડ પાર્કિંગનો ભારે ખડકલો હોય છે આ વિસ્તારમાં તળાજા નગરપાલિકા દ્વારા પાલિકાની માલિકીની જમીનમાં લાખોના ખર્ચે બે માળનું કોમર્શિયલ બિલ્ડીંગ બનાવીને નીચેના ભાગે પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખેલ છે પરંતુ અહીં આજ સુધી નગરપાલિકા દ્વારા સુચારૂ ઢબે પાર્કિંગની વ્યવસ્થા યોજી શકાઈ નથી, લાખોના ખર્ચે બનાવેલ આ બિલ્ડિંગ બે વર્ષથી વધુ સમયથી તૈયાર થયેલ હોવા છતાં તેને ભાડેથી આપવાનુ આયોજન પણ નહીં કરીને પાલિકાના નાણા બ્લોક થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...