રજૂઆત:ઉદ્યોગોનાં અભાવે તળાજાનાં વિકાસ માટે પર્યટન ઉદ્યોગ શ્રેષ્ઠ

તળાજા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તો..હરવા-ફરવાનાં અજોડ સ્થાન તરીકે પ્રગતિ કરી શકે

ભાવનગર જીલ્લામાં સૌથી વધુ સમુદ્ર સીમા ધરાવતો તળાજા તાલુકો ખેતીક્ષેત્રે સમૃધ્ધ હોવા છતા રાજયનાં છેવાડે આવેલ હોઇ અનેકવિધ કારણોસર સામાજીક, આર્થિક અને રોજગારી ક્ષેત્રે અલ્પ વિકસીત રહયો છે. ત્યારે આ વિસ્તારનાં પુરાતનીય, ઐતિહાસીક, ધાર્મિક સ્થાનકો અને સમુદ્ર તટ પ્રદેશની વિવિધતા, સુંદરતા સભર ભૌગોલીક રચનાને કારણે આ તાલુકો પર્યટન ઉદ્યોગ વિકાસ માટે અનેક સાનુકુળ પરિબળો ધરાવે છે.

સમઘાત આબોહવાળા આ વિસ્તારમાં તાલધ્વજગિરિ પરનાં પ્રાચિન જૈન તિર્થ સ્થાનો, બૌધકાલીન ગુફાઓ, દાઠા, જૈન તિર્થ ક્ષેત્રને કારણે દેશ વિદેશમાંથી યાત્રીકોનો પ્રવાહ સતત રહયા કરે છે. તળાજા તાલુકાનાં મીઠી વીરડીથી મેથળા સુધીનાં દરિયા કાંઠાને અડીને પથરાયેલો 237 ચો.કિ.મી નો ખડકાળ પ્રદુષણ સહીત અને સિધ્ધનાથ જેવા શિવતિર્થો, ઉંચા કોટડા, શકિતતિર્થ, રાજેશ્વર મહાદેવ (રોજીયા) જેવા શ્રધ્ધેય તિર્થ સ્થાનોમાં લાખો યાત્રીકો શ્રધ્ધાળુઓ વારે-તહેવારે ઉત્સવો માણવા, અને કુદરતનું સાંનિધ્ય મેળવવા ઉમટી પડે છે.

પ્રકૃતિએ આ વિસ્તારમાં ચોમેર પ્રદુષણ રહિત, શાંત, સૌદર્ય વેર્યું છે. એવા વિશિષ્ટ પ્રદેશમાં બારેય માસ પ્રવાસીઓ, જીજ્ઞાસુ પર્યટકોને આકર્ષવા ખાસ આયોજન કરી આ વિસ્તારનાં યાત્રિક વિશ્રામ, ઉતારા, રસ્તાઓ, સહીત પર્યટનીય હેતુસભર આંતર માળખાકિય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો તળાજા તાલુકો હરવા-ફરવાનાં અજોડ સ્થાન તરીકે પ્રગતિ કરી શકે છે.

દરિયા કાંઠાનાં લોકોનું ભટકતું જીવન અટકે
તળાજા તાલુકાનાં અર્ધાથી વધુ વસતી ધરાવતા કંઠાળ પ્રદેશોમાં ક્ષાર આક્રમણથી ખેતી દુષ્કર બનતા. આ વિસ્તારનાં મોટા ભાગનાં શ્રમજીવી પરિવારો રોજી રોટી ની શોધમાં અન્યત્ર ભટકતું જીવન ગાળે છે. આ સંજોગોમાં પર્યટન ઉદ્યોગોનો વિકાસ રોજી રોટીનાં દ્વાર ખોલે તો પ્રજાનો સ્થાયી વિકાસ થાય.

અન્ય સમાચારો પણ છે...