તળાજા તાલુકામાં શેત્રુંજી નહેરનો ઠીક ઠીક પ્રભાવ હોવા છતા તાલુકાનાં અર્ધાથી વધુ ગામો ઉનાળામાં પાણીની કારમી તંગી ભોગવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનાં જમીનમાં અસરકારક સંચયનાં અભાવે તથા ચોમાસા બાદ ખેતી માટે ધરતીનાં પેટાળમાંથી ખેંચાતા અમાપ જળ સિંચનથી ભુગર્ભ સ્તર ઉંડા ઉતરી જાય છે જેના કારણે અહીંના ભુતળમાં દરિયાઇ ક્ષારનું પ્રસારણ ભયજનકરવતે વધતુ જાય છે.
આ કારણોસર ઉનાળામાં તાલુકાનાં તટવર્તી ઇલાકાનાં મોટાભાગનાં ગામોની પાણીની સ્થીતિ વિકટ રહેતી હોઇ અનેક વિસ્તારોનો નો સોર્સની યાદીમાં સમાવેશ થાય છે. આવા ગામો માટે પીવાના પાણી માટે મહિયોજના એકમાત્ર આધાર રહયો છે અને ચોમાસા બાદ કંઠાળ વિસ્તાર ખેતી ક્ષેત્રે પિયતના અભાવે બિન ઉત્પાદક હોવાથી અહીં રોજગારીની સમસ્યા વિકરાળ બનતી જાય છે જેથી તળાજા તાલુકાના સમ્યક વિકાસ માટે ચોમાસાનાં પાણીનો અસરકારક જળ સંચય જરૂરી છે.
તળાજા તાલુકાની ભૂભૃષ્ટ રચનાને કારણે વરસાદી પાણીનો માત્ર 25 થી 30 ટકાજ જમીનમાં સંચય થાય છે બાકીનું પાણી દરિયામાં વહી જાય છે. આ સંજોગોમાં તળાજા તાલુકા માં વરસાદી પાણીનાં ટીપે - ટીપા નું અસરકારક જળ સંચય થાય તેવું જળ આયોજન કરવું આવશ્યક છે. સરકારી તંત્ર દ્રારા જળ સંચય યોજના રગશિયા ગાડાની જેમ ચાલે છે અથવા ઘણી જગ્યાએ માત્ર કાગળની ફાઇલોમાં અટવાયેલ છે.
મેથળા બંધારાને સાકાર કરવા તંત્રનો કાન આમળવા આ વિસ્તારનાં અનેક ગામોનાં લોકોએ સ્વયં તેમજ લોક ભાગીદારીથી જે કામ કરી બતાવ્યુ તેવી દરેક વિસ્તારનાં સકિયતા દાખવે તથા તંત્રને પંચાયતને જોડીને અને આમ પ્રજાએ પણ જળ સંચય માટે સામુહીક કે વ્યકિતગત પ્રયત્નો આદરવા જોઇએ.
મેથળા બંધારા માટે લોકો નો જાગૃત અભિગમ
તળાજા કંઠાળ વિસ્તારમાં વર્ષોથી ઘોંચમાં પડેલી કે અધકચરી અમલીકરણ થયેલ બંધારા યોજના ઓ મેથળા બંધારા માટે સ્થનીક પ્રજાજનોની જેમ દરેક વિસ્તાર દરેક નદી નાળા વોંકળાઓ પર જળ સંગ્રહનું આયોજન ખરાબાની જમીનો પર પળાવો, વોટર શેડ, ખે તલાવડી, નાળા પ્લગીંગ, વેસ્ટ વિયર્સ તેમજ કુવા, બોરને રિચાર્જ કરવા વ્યકિતગત પ્રયત્નો પણ કરવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.