સમસ્યા:તળાજાને મુખ્ય ફાયર બ્રિગેડ મથક બનાવવાની દરખાસ્તનાં અમલીકરણની પ્રક્રિયા ધીમી

તળાજા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્નિશામક સુવિધા: આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવુ
  • ​​​​​​​તહેવારોમાં અગ્નિશામક સુવિધા અસરકારક નહીં હોય તો દુર્ઘટના સમયે બહારની રાખવો પડશે આધાર

ચોમાસામાં સારો વરસાદ અને સારા ખેત પાકોને કારણે લોકો દિપાવલીના તહેવારો અને ઉમંગ પૂર્વ ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે તળાજા શહેરનાંવિકાસ સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે અગત્યની અગ્નીસમન દળની હાલની સુવિધા સ્ટાફનાં અભાવે બિન અસરકારક ન રહે અત્યંત જરૂરી છે

ગુજરાત સરકાર ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેન્ટ દ્વારા તળાજા નગર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં આગ-અકસ્માતનાં સંજોગોમાં અગ્નીશમન અને નુકશાની નિવારવા પુર કે જળ હોનારાત સમયે બચાવ કામગીરી માટેનું હાલનું તળાજા નગરપાલિકાને મળેલ ફાયર-ફાઇટર સિસ્ટમનાં અસરકારક સંચાલન માટે અલગ અને ટ્રેઇન્ડ કાયમી સ્ટાફથી રચાયેલ પૂર્ણ ફાયરબ્રિગેડની ગેરહાજરીમાં તળાજા નગરપાલીકામાં અન્ય કામગીરી નિભાવતા માણસો અને રોજમદાર કર્મચારીઓને કારણે તેનું સંચાલન થાગડ-થીગડ ધોરણે થતુ હોવાથી સરકાર દ્વારા મળેલ સુવિધાઓનો લોકોને અસરકારક લાભ મળતો નથી. તેમજ ગતવર્ષે તળાજાને જીલ્લાનું મુખ્ય ફાયર બ્રિગેડ મથક બનાવવાની દરખાસ્તનાં અમલીકરણની પ્રક્રિયા ગોકળગાયની ગતિમાં છે.

ડીઝાસ્ટર મેનેજમેન્ટ માળખુ રચાતા તળાજા નગરપાલીકાને ફાયર ફાઈટરનાં અદ્યતન સંસાધનો પુરા પાડવામાં આવ્યા હતા. જેમાં હેવી ફાયર ફાઇટર (બાઉઝર), મીની ફાયર ફાઇટર , બુલેટ ફાયર ફાઇટરની સુવીધા પુરી પાડવામાં આવી. પરંતુ તેનાં અસરકારક ઉપયોગ અને જાળવણી માટે જરૂરી સ્ટાફ અને સંસાધનોના અભાવે જ્યારે કોઇપણ આગનાં બનાવો બને ત્યારે તળાજા નગરપાલીકામાં અન્ય સ્ટાફ જે મોટાભાગે રોજમદાર કે કોન્ટ્રાક્ટ બેઇઝ પર હોય તેના હવાલે ફાયર ફાઇટરની અસરકારકતા રહેતી નથી.

પૂર્ણકક્ષાનાં મહકેમ સાથે કુલ 20 જેટલા ફાયર સ્ટાફની ભરતી કરવાનું આયોજન છે
વર્તમાન સમયમાં તળાજા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડમાં 1, ફાયર ઇન્સ્પેક્ટર, 1. વાયરલેસ ઓપરેટર , 3 ફાયરમેન કમ ડ્રાઇવર, સહિતના કુલ પાંચ કાયમી સ્ટાફ, તથા કરાર આધારિત એક અને બે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ કાર્યરત છે, તળાજા નગરપાલિકા ફાયર સ્ટેશનને જીલ્લાનું મુખ્ય મથક બનાવી અદ્યતન અગ્નિશમનદળ બનાવવાની દરખાસ્તનું અમલીકરણ કરવામાં આવશે ત્યારે પૂર્ણકક્ષાનાં મહકેમ સાથે કુલ 20 જેટલા ફાયર સ્ટાફની ભરતી કરવાનું આયોજન છે.- ડો.એ.પી.મારડીયા, પ્રમુખ, તળાજા

અન્ય સમાચારો પણ છે...