ઝેરી ધુમાડો ઓકતા​​​​​​​ વાહનો:તળાજામાં અનિયંત્રીત ટ્રાફીક અને વાહન પ્રદુષણની સમસ્યા

તળાજા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝેરી ધુમાડો ઓકતા વાહનો જન સ્વાસ્થ્ય માટે હાનિકારક છતા અટકાવવા કોઇ કાર્યવાહી નહીં

તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા વાહનોની સંખ્યા સાથે ઝેરી ધુમાડાથી પ્રદુષણની માત્રા પણ દિવસે દિવસે વધતી જાય છે.ઝેરી ધુમાડો ઓકતા વાહનો જન સ્વાસ્થ્ય માટે હાનિકારક છતાં અટકાવવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વર્તમાન સમયમાં રીક્ષા, ટેમ્પો, છકડા, સહીતનાં બેફામ દોડતા વાહનો અનિયંત્રીત ટ્રાફીક સાથે ધુમાડાનાં ગોટામાં ઝેરી રજકણો, કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડ જેવા તત્વો જાહેર જનતાનાં સ્વાસ્થ્ય માટે હાનીકારક બનતા જાય છે.

ત્યારે હવેનાં સમયમાં મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પી.યુ.સી. કલીયરન્સનો કડકાઇથી અમલ કરી ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાતા હાનીકારક પ્રદુષણને નિયંત્રણ માટે સંબંધીત તંત્રવાહકો અસરકારક પગલા લે તેવી માંગ ઉઠી રહી છે. તળાજામાં મુખ્ય બજારોમાં સવારથી જ નિકળતા વાહનો ભારે અવાજ સાથે જોખમી ધુમાડો પ્રસરાવે છે.જાહેર રોડ પર, દુકાનો, દવાખાના, શાળાઓ તેમજ રાહદારીઓનાં આરોગ્યને માટે ખતરાની ઘંટડી સમાન છે.આવા વાહનોનાં નિયંત્રણ માટે કડક નિયંત્રણ લાદવુ જોઇએ તેવી લોકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...