તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તળાજા પાલિકામાં સભા મળે તે પહેલા જ પ્રમુખ ઘરભેગા

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજા પાલીકાનાં પ્રમુખ પક્ષ પલ્ટાધારા અન્વયે સસ્પેન્ડ
  • ચૂંટણી બાદ ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસના સહકારથી પ્રમુખ બન્યા હતા

તળાજા નગરપાલિકાની બીજી ટર્મનાં હોદેદારોની નિમણુંક માટે ગત તા.24 ઓગસ્ટ 2020 નાં પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં બોલાવાયેલ સાધારણ સભામાં પ્રમુખ પદ માટેની ચુંટણીમાં ભાજપમાંથી બળવો કરીને વિપક્ષ કોંગ્રેસનાં સહકારથી વિનુભાઇ ઘુસાભાઇ વેગડએ પ્રમુખ પદ માટેની સતા મેળવી લીધી હતી તે સમયે ઉપ પ્રમુખ તરીકે કોંગ્રેસનાં શકિતસિંહ જગદિશસિંહ વાળા ચુંટાઇ આવ્યા હતા.

ત્યારબાદ પક્ષ પલ્ટાથી સતા મેળવનાર વિનુભાઇની સામે તળાજા શહેર ભા.જ.પનાં પ્રમુખ અને ન.પા.નાં સદસ્ય ડો.અરવિંદભાઇ મારડીયાએ મુળ ભાજપમાંથી ચુંટાયેલ સભ્ય વિનુભાઇ સામે પક્ષ પલ્ટા વિરૂધ્ધ કાર્યવાહી માટે રાજય સરકારમાં રજુઆત કરેલ જે અન્વયે તા.24.6.21 નાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિનુભાઇ વેગડને ભાજપ પક્ષનાં મેન્ડેટ વિરૂધ્ધ જવા બદલ નગર પાલિકાના સભ્ય પદે સસ્પેન્ડ કરવાનો હુકમ તળાજાનાં ચિફ ઓફીસર (ઇન્ચાર્જ સંજય પટેલ) ચીફ ઓફિસર મહુવાએ બજાવતા પક્ષ પલટાધારા મુજબ નગરપાલીકાનું સભ્યપદનાં સસ્પેન્શનથી વિનુભાઇનું પ્રમુખ પદ આપોઆપ જતુ રહેલ.

આ અંગે તળાજા ભાજપ સંગઠન અને નગર પાલીકાનાં સભ્યોની આગળની રણનીતિ માટે મીટીંગ બોલાવાઇ હતી. હાલનાં ઉપ પ્રમુખ કોંગ્રેસનાં નગરસેવક શકિતસિંહ જગદીશસિંહ વાળાને પ્રમુખ પદનો ચાર્જ સોંપી દેવામાં આવેલ જો કે આ બાબતે આગળની કાર્યવાહી શું થઇ શકે તે અંગે કલેકટરનાં આદેશની રાહ જોવાઇ રહી છે. આગામી તા.3 જુલાઇએ સભા બોલાવી હતી પરંતું સભા મળે તે પહેલા જ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...