સીઝનલ:તળાજા સરકારી હોસ્પિટલમાં વાયરલ રોગચાળાથી દર્દીઓનુ પ્રમાણ વધ્યુ

તળાજા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમી,બફારો,વરસાદી વાતાવરણને કારણે રોગચાળાએ માથુ ઉચકયુ
  • ઘરે ઘરે તાવ,માથુ,ઉલ્ટીના દર્દીઓ : હોસ્પિટલમાં 200થી વધુ ઓપીડી

તળાજામાં છેલ્લા અઠવાડીયાથી ભાદરવાની અસર રૂપે બાળકો સહીત તમામ વયનાં લોકોમાં તાવ, ઉધરસ, ફ્લુ , શરદી કફ ની તેમજ સાંધાનાં રોગીઓનું પ્રમાણ વધી રહયું છે.દિવસે બપોરે સખત ગરમી અને રાત્રે વરસાદી ભેજવાળા વાતાવરણ ને કારણે વાઇરલ જન્ય રોગોનું પ્રમાણ વધતા તળાજાની સરકારી હોસ્પીટલો અને ખાનગી દવાખાનામાં દર્દીઓનું પ્રમાણ 25 થી ટકા વધતું જોવા મળે છે.

તળાજાની સરકારી હોસ્પીટલમાં સામાન્ય દિવસોમાં 100 થી 150 દર્દીઓ હોય છે જ્યારે છેલ્લા અઠવાડીયાથી દર્દીઓનું પ્રમાણ 200 થી વધારે સુધીનું સરેરાશ રહે છે.તેમજ આર્યુંવેદીક હોસ્પીટલમાં નિયમિત દર્દીઓ કરતા 25 થી 30 ટકા દર્દીઓ વધુ હોય છે

તળાજાની ખાનગી હોસ્પિટલમાં પણ મચ્છર તાવ કોઈ કોઈ જગ્યાએ તાવમાં ડેન્ગ્યુ ની અસર જોવા મળે છે તળાજા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વર્ષાઋતુનાં પ્રારંભ કાળની જન આરોગ્ય પર વિપરીત અસર દેખાઇ રહી છે ત્યારે રોગચાળો વધુ વકરે તે પહેલા તંત્રએ લોકોની સુખાકારી માટે સક્રિયતા રાખી આરોગ્યલક્ષી પગલા ભરવા પ્રજાજનોની માંગ છે.

નિયમિત કરતા હાલમાં 30% દર્દીઓ વધ્યા
તળાજા સરકારી હોસ્પીટલમાં વાઇરલજન્ય ઉધરસ, શરદી, કફ અને મચ્છર જન્ય ફ્લુ તથા ટાઇફોઇડના દર્દીઓ તળાજાની રેફરલ હોસ્પીટલમાં છેલ્લા અઠવાડીયાથી વાયરલજન્ય તાવ, ઉધરસ, શરદી કફ તથા મચ્છર જન્ય ફ્લુ તથા ટાઇફોઇડના પણ દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે. રેગ્યુલર ઓ.પી.ડી દર્દીઓની સંખ્યા સરેરાશથી વધી છે જ્યાં સુધી ગરમી, ભેજ અને બફારાનું પ્રમાણ રહેશે ત્યાં સુધી સ્થિતિ રહેશે. > ડો.એમ.બી. સાઈકિયા, મેડીકલ ઓફીસર,તળાજા સી.એચ.સી

વાયરલ રોગચાળામાં શું કાળજી રાખવી
ભાદરવા મહિનામાં પિત્તજન્ય તાવ, ઉધરસ તેમજ ચીકગુનીયા જેવા રોગોનું પ્રમાણ વધતું હોય છે આવા સમયમાં ઔષધની સાથે સાદો સુપાચ્ય ખોરાક, ઉકાળેલ હુંફાળુ પાણી તેમજ તીખા, તળેલા, તેમજ પિતપ્રકોપ જેવા આહારનો ત્યાગ કરી પરેજી રાખવાથી સામાન્ય આરોગ્ય જળવાઇ રહેશે.

અન્ય સમાચારો પણ છે...