રજવાડા સમયમાં વહાણવટા અને મત્સ્યોદ્યોગક્ષેત્રે ધમધમતુ તળાજાનું સરતાનપર બંદર ભૌગોલીક અને સામુદ્રીક દ્રષ્ટીએ કુદરતી સાનુકુળતા ધરાવતુ હોવા છતા તંત્રની ઘોર ઉદાસીનતા અને તળાજા વિસ્તારનાં પ્રજાનાં પ્રતિનિધીઓની નિષ્ક્રીયતાને કારણે નામશેષ થઇ રહયું છે.
છેલ્લા દસકામાં ભાંગતા જતા સરતાનપર બંદરગાહને ઉગારવા રાજય અને કેન્દ્ર સરકારની બંદરિય વિકાસની અનેકવિધ યોજનાઓ અને ગાઇ વગાડીને જાહેર કરેલ ઘોષણાઓનું સાચા અર્થમાં અમલીકરણ કરાવીને સરતાનપર સહીત તળાજાના કંઠાળ અને પછાત વિસ્તારને પ્રગતિ પંથે લાવવામાં તળાજા વિસ્તારનાં તમામ રાજકિય પક્ષોના કહેવાતા નેતાઓ અને પ્રજાના પ્રતિનિધીઓ નિષ્ફળ રહયા છે જેનાં કારણે આ વિસ્તારનાં ગામડાઓનાં હજારો શ્રમજીવી પરિવારો વર્ષનાં છ થી આઠ મહીના પેટીયુ રળવા ઘર ખાટલા સાથે નિર્વાસીત થઇ જાય છે.
એક સમયે વહાણવટા અને માછીમારીથી ધિકતા સરતાનપર બંદરેથી ડુંગળી, મીઠુ, અનાજ, કપાસની નિકાસ અને લાકડા, નળીયા, વાંસ, ખજુર, ખારેક, તેજાનાની આયાત માટે અહીંનાં વહાણોની ખેપથી વર્ષમાં આઠ માસ આ બંદર ધમધમતુ હતુ તેમજ અહીંથી માછીમારી ક્ષેત્રે વેરાવળ, જખૌ, (કચ્છ) તરફનો ભારે કારોબાર રહેતો હતો
પરંતુ 1982 માં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયા કાંઠે તારાજી વહોરતા ભારે વાવાઝોડાથી સરતાનપર બારાને ભારે નુકસાન થયું હતું. બંદરની જેટીઓ, મકાનો, ગોડાઉનો, કસ્ટમ ઓફીસ, ફીશ ફાર્મની લેબોરેટરી, તળાવડાઓ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત ગયા હતા તજયારે સંપૂર્ણપણે ભાંગી ગયેલ સરતાનપર બંદરને બેઠુ કરી વિકસાવવા તેમજ બંદરિય ક્ષેત્રનાં વિકાસની યોજનાઓ આ વિસ્તારમાં સાકાર કરવા પરિણામલક્ષી પ્રયત્નો થયાજ નથી.
અલંગયાર્ડ અને પીપાવાવ વચ્ચેનું વ્યુહાત્મક બંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.