બૌધકાલીન ગુફાઓ:તળાજાનાં પુરાતનિય ગૌરવ સમી ઐતિહાસિક એભલ મંડપની ગુફા

તળાજા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળમીંઢ પથ્થરોને કોતરીને સર્જન કરાયેલ બૌધકાલીન ગુફાઓ

તાલધ્વજગિરિ તળાજા ડુંગર ઉપર સદીઓ પહેલા ડુંગરનાં કાળમીંઢ પથ્થરોને કોતરીને સર્જન કરાયેલ બૌધકાલીન મનાતી નાની મોટી 30 જેટલી ગુફાઓ પૈકી ડુંગરની ઉત્તર તરફ દુર-સુદુર થી દ્રશ્યમાન 75 ફુટ X 68ફુટ લાંબી ચૌડી અને 10 થી 16 ફુટ ઉંચી ટેકા વિહિન વિશાળ ગુફા "એભલ મંડપ ગુફા' તરીકે ઓળખાય છે.

ઈ.સ. પુર્વે 640 માં ભારત વર્ષમાં અતિ પ્રાચિન વલ્લભી સામ્રાજ્યનાં સમયે બૌધ ધર્મનો અભુતપુર્વ વિકાસ થયો હતો ત્યારના ગૌરવવંત સમયે સ્થપાયેલ 108 બૌધ મઠોમાં તાલધ્વજ ડુંગરની કેટલીક ગુફાઓનો સમાવેશ હતો, ત્યાર બાદ 2200 વર્ષ પહેલા ગુપ્ત વંશનાં ચક્રવર્તિ સામ્રાજ્યમાં બૌધ ધર્મ આધ્યાત્મીક વિકાસની ચરમ સીમાએ હતો તે સમયે "એભલગુફા' ચૈત્ય ગુફા તરીકે પ્રચલીત હતી. ઇ.સ.640 માં પ્રખ્યાત ચીની યાત્રી હ્યુ એન સંગ એ પોતાની યાત્રી યાદમાં આ ગુફાને "ચેત્ય ગુફા' સભાસ્થાન તરીકે વર્ણવી હતી.14 માં શતકનાં તળાજાનાં રાજવી "એભલ ત્રીજા' એ આ ગુફામાં સામુહીક કન્યાદાનની ક્રાંતીકારી પરંપરા સ્થાપી હતી તેવો ઇતીહાસમાં ઉલ્લેખ છે, જેના કારણે આ વિશાળ ગુફા "એભલ મંડપની ગુફા' તરીકે પ્રચલીત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...