તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર વિરોધ:વર્ગ ઘટાડાથી નાની માંડવાળી શાળાનુ અસ્તિત્વ જોખમમાં

તળાજા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.5 પછી બાળકો આગળ અભ્યાસ નહીં કરી શકે
  • શાળાના ધો. 6 થી 8 ના વર્ગો બંધ કરીને અન્ય શાળામાં ફેરવવાની હીલચાલ સામે ઉગ્ર વિરોધ

તળાજા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ નાની માંડવાળી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષથી ધો. 1 થી 8 ના વર્ગો ચાલે છે જે પૈકી શાળાના ધો. 6 થી 8 ના વર્ગો બંધ કરીને બાજુના ગામમાં સામેલ કરવાની હિલચાલ સરકારમાંથી થતી હોવાની જાણકારી મળતા ગામ લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

અને આ પ્રક્રિયા બંધ રખાવવા માટે સંબંધિત અધિકારીઓ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરાઈ છેનાની માંડવાળી છેવાડાનું અને અંતરિયાળ ગામ છે. ગામમાં શાળા એક વાર બંધ થાય પછી કાયમને માટે ગામના બાળકોને બીજા ગામ ઉપર આધાર રાખવો પડે તેમજ થોડું પણ મોડું થાય તો બાળક બીજા ગામની શાળામાં જઈ શકતો નથી પરિણામે તેના અભ્યાસ ઉપર માઠી અસર પડવાની પૂરી સંભાવના છે. નાની માંડવાળી છેવાડાનું અને અંતરિયાળ ગામ હોવાથી ધોરણ-8 પૂરું થયા પછી પણ ગામની દીકરીઓની સલામતી ખાતર અન્ય ગામમાં ધોરણ-9માં ભણાવવા ગામ લોકો રાજી નથી.

તો... ગ્રામજનો શિક્ષણનો બહિષ્કાર કરશે
આ બાબતે ગામના સરપંચ , ઉપસરપંચ તેમજ પંચાયતના એસએમસીના સભ્યો અને વાલીઓ ભેગા થઈને નિર્ણય કરેલ છે કે સરકાર ગામમાં સુવિધા વધારવાને બદલે જે સુવિધા છે તે પણ છીનવી લેવા માગે છે. જો ગામમાં ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ થાય તો ગામ લોકોએ ધોરણ 1 થી 5 ના શિક્ષણની સાથે સાથે સરકારના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવા અને હવે પછીની તમામ ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરવાનો અને જરૂર જણાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપવાની ફરજ પડશે તે પ્રકારની ઉગ્ર લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...