ખર્ચ પાણીમાં:દિહોર ઉતાવળી નદીનો પુલ શોભાના ગાઠીયા સમાન

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે એક કરોડ રૂપિયા ખર્ચેલા તે પાણીમાં ગયા

તળાજા તાલુકાના દિહોર ગામમા પાદરમાં વહેતી મોટી કહી શકાય તેવી ઉતાવળી નદી વહે છે. આ નદી ઉત્તરે આવેલ હમીપરા ગામે બનાવેલ સિંચાઇ ડેમના કારણે ઘણા સમય સુધી સતત વહેતી રહે છે. આથી આ નદી ઉપર બે-ત્રણ વર્ષ પહેલા મોટો ઉંચો પુલ બનાવાયો છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં આ પુલ શોભાના ગાંઠીયા સમાન જેવો સાબિત થાય છે.

નદીમાં પુર આવે અથવા હમીપરા ડેમનું વધારાનું પાણી નદીમાં છોડવામાં આવે ત્યારે પુલના બંને છેડા ઉપરનો રોડ બે-બે ફુટ પાણીમાં ડુબી જાય છે. રાજપરા ગામથી આવતો રોડ જે દિહોરના ભાવનગર જવાનો સ્ટેટ હાઇવે છે. આ રોડ પુલ પાસે લગભગ 80 -90 મીટર સુધી બે ફુટ પાણીમાં ગરકાવ થઇ જાય છે. એ જ રીતે પુલના દિહોર ગામ બાજુના છેડે જયાં દિહોરના પ્રવેશદ્રાર સમો દરવાજો છે.ત્યાં પણ બે-ત્રણ ફુટ પાણી આવી જાય છે.

એક કરોડના ખર્ચે બનાવેલો પુલ છેવટે શોભાના ગાંઠીયા સમાન સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...