તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બંધારા યોજના વર્ષોથી સરકારી ફાઇલોમાં અટવાઇ

તળાજા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેત્રુંજીનાં ગામો ક્ષાર આક્રમણનો ભોગ બન્યા
  • બંધારાને વિકલ્પે શેત્રુંજી નદીના પટ્ટમાં એક થી વધુ ચેકડેમથી ક્ષાર આક્રમણ રોકવા માંગ બુલંદ બની

સરતાનપર બંધારા યોજના ફાઇલોમાં અટવાઇ છે ત્યારે ખારાપાટનો ભોગ બનતા ગામોમાં બંધારાને વિકલ્પે શેત્રુંજી નદીનાં પટ્ટમાં એક થી વધુ ચેક ડેમ થી ક્ષાર આક્રમણ રોકવા માંગ બુલંદ બની છે. તળાજાનાં સરતાનપર બંદર તથા આસપાસનાં દરિયા કિનારાનાં અનેક ગામોની જમીનો ખારાપાટમાં ફેરવાતી જાય છે.આ વિસ્તારનાં ભુગર્ભ તળને ક્ષાર આક્રમણથી રોકવા માટેની બંધારા યોજનાં વર્ષોથી સરકારી ફાઇલોમાં ફસાઇ ગઇ છે. સરતાનપર બંદર અને આજુબાજુનાં તથા શેત્રુંજી નદીનાં કાંઠાનાં ગામોનાં લોકોમા બંધારાનાં વિકલ્પે શેત્રુંજી નદી જ્યાં દરિયાને મળી રહી છે.

ત્યાંથી નજીકનાં શેત્રુંજી નદીનાં પટ્ટમાં એકથી વધુ વિશાળ અને મજબુત ચેક ડેમ વહેલીતકે સાકાર કરવાની માંગણી સતત વધી રહી છે. શેત્રુંજી નદી જ્યાં દરિયાને મળે છે તે મુખવાળા પ્રદેશ નાં સરતાનપર, દકાના, ખંઢેરા, લીલીવાવ, સખવદર, મહાદેવ પરા, નીચડી, આમળા, પાદરી (ગો) તરસરા, ઇસોરા, દેવલી,ગોરખી, સહીતનાં શેત્રુંજીનાં કંઠાળ ગામો છેલ્લા 20 થી વધુ વર્ષથી ભુગર્ભમાં ક્ષાર આક્રમણનો ભોગ બનેલ છે.

આ વિસ્તારની જમીનનાં તળમાં સમુદ્રનું ખારૂ પાણી દિવસે દિવસે વધુ માત્રામાં પ્રસરતું જતું હોવાથી ભુગર્ભ જળમાં ખારાશનુ પ્રમાણ ભયજનક રીતે વધતું હોવાથી પીવા માટે તથા ખેતી માટે પણ ઉપયોગ થઇ શકે નહી તેવી સ્થિતિમાં આ વિસ્તારની જમીન બિનફળદ્રુપ બનતી જાય છે અને પીવાનાં પાણીની સ્થિતિપણ કથળતી જાય છે. આ કારણોસર આ વિસ્તારનાં અનેક ગામોના અર્ધા જેટલા શ્રમજીવીઓ રોજી રોટીનાં અભાવે વર્ષનાં આઠ મહિના પરિવાર સાથે અન્યત્ર નિર્વાસીત થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...