સમસ્યા:50 વર્ષ જુનો પુલ ધારાશાયી થતા વાહન વ્યવહાર અવરોધાયો

તળાજા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાઠાથી આગળ જવા ચારથી પાંચ કિ.મી.ફરીને જવાનું
  • તળાજાના ધારાસભ્ય કનુભાઇએ નવા પુલ બનાવવા માર્ગ વિભાગના મંત્રીને રજુઆત કરી

તળાજાનાં દાઠા ગામ નજીક બગડનદી પરનો 50 વર્ષ જુનો પુલ ગઇકાલે ધારાશાયી થતા બોરડા થઇ ઉંચાકોટડા, મહુવા, પીથલપુર, ગોપનાથ સહીતનાં 40 થી વધુ ગામોનાં લોકો અને ટ્રાફીક માટે ભારે મુશ્કેલી સર્જાતા આ યુધ્ધનાં ધોરણે પુલ નવો બનાવવા તથા તાત્કાલીક વાહન વ્યવહાર સરળ બનાવવા ડાયવર્ઝન શરૂ કરવા સાર્વત્રીક માંગ ઉઠવા પામી છે.તળાજાનાં ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પણ આ અંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીને આ અંગે તાત્કાલીક નવો પુલ બનાવવા કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.

તળાજાનાં દાઠા નજીકનો આ પુલ તુટી જતા તળાજા બોરડાથી દાઠા, ઉંચાકોટડા, ગોપનાથ, ઝાંઝમેર, તલ્લી, બાંભોર, મધુવન, મેથળા, સહીત મહુવાનાં ગ્રામ્ય માર્ગે જવા માટે લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. આ પુલ તુટી જતા દાઠા થઇને આગળ જવા માટે વાહનોને વાલર, તલ્લી, બાંભોર થઇ જવા માટે ચારથી પાંચ કિ.મી. લાંબો માર્ગ કાપવો પડે તેવી સ્થિતિ છે. દરમિયાન વાલર થઇને જતા આ વાહનોને વાલર નજીકની બગડ નદીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી જણાતા બગડ નદીપર તાત્કાલીક વાહનો પસાર થઇ શકે તે માટે યુધ્ધનાં ધોરણે કાર્યવાહી કરવા વાલર ગામનાં આગેવાન જયપાલસિંહ સરવૈયાએ સબંધીત વિભાગને અસરકારક રજુઆત કરી છે. દાઠા નજીકનો અંદાજીત 50 વર્ષ જુનો પુલ ધરાશાયી થતા હાઇવે પરથી ગોપનાથ તિર્થ, કોટડા ચામુંડા તિર્થ સહીત મહુવા તરફ જવાનાં ટુંકા માર્ગ અવરોધાતા આ વિસ્તારનાં ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...