અગમચેતી:તળાજા હોસ્પીટલ CCTVથી વંચિત

તળાજા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકસ્મિક સંજોગોમાં ટોળાશાહી સર્જાઇ ત્યારે હોસ્પીટલ સંકુલ સંવેદનશિલ બને છે
  • હોસ્પીટલ સરેરાશ મહિને ત્રણ થી ચાર હજાર દર્દીઓની ઓપીડીથી ધમધમતી રહે છે

તળાજા તાલુકાની સિવીલ હોસ્પીટલોનો દરજજો ધરાવતી રેફરલ હોસ્પીટલનું સંકુલ ઘણા સમયથી આરોગ્ય વિષયક સેવા ઉપરાંત અકસ્માત કે મારામારી જેવા એમ.એલ.સીનાં કિસ્સામાં ભારે ગીરદીનાં કારણે સંવદેનશીલ બની જાય છે. આવા સમયે સાવચેતી અને સલામતી જાળવવા સમગ્ર હોસ્પીટલ સંકુલમાં સી.સી.ટી.વી. કેમેરાની ગેરહાજરી આંખે વળગી આવે છે.

આ હોસ્પીટલની તમામ આરોગ્ય સેવાઓનાં સુયોગ્ય સંચાલન ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જેવી બાબતોને અનુલક્ષીને આ હોસ્પીટલનાં ચાવીરૂપ તમામ સ્થાનો સહીત સમ્રગ વિસ્તારને સી.સી.ટી.વી કેમેરાની બાજ નજર હેઠળ રાખવાની પ્રળ લોક માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા તળાજાની ફર્સ્ટ ગ્રેડ હોસ્પીટલ યુનિટ તરીકેની 30 બેડની હોસ્પીટલમાં જનરલ વોર્ડ, મહિલા વોર્ડ, ઓપરેશન વોર્ડ, સ્પેશયલ વોર્ડ, તેમજ 24 કલાક ઓન ડયુટી સ્ટાફ ધરાવતા ઇમરર્જન્સી વોર્ડ આવેલ છે. આ હોસ્પીટલમાં સરેરાશ મહિને ત્રણ થી ચાર હજાર ઓપીડી દર્દીઓ, તથા અકસ્માત, મારામારી પ્રાથમીક સારવાર કે અન્ય રીતે ઇમરર્જન્સી હાલતમાં અથવા એમ.એલ.સી કક્ષાના સેંકડો દર્દીઓ પૈકી મોટાભાગનાં ગંભીર દર્દીઓને અન્યત્ર રીફર કરવા પડે તેવી સ્થિતિ હોય છે.

CCTV કેમેરાની અનિવાર્યતા પણ તંત્ર બેદરકાર
વર્તમાન સમયમાં હોટલો, રેસ્ટોરન્ટ, બેંક, શાળાઓ, સરકારી અર્ધ સરકારી કચેરીઓ, સરકારી કે ખાનગી હોસ્પિટલો, આંગડીયા પેઢી મોટા વેપારીઓ અને કારોબારીઓ જે સ્થળોએ માણસોની સતત અવર જવર રહેતી હોય તેવા જાહેર રસ્તાઓ ઉપર સી.સી.ટી.વી કેમેરા ગોઠવી સતત નિરીક્ષણ રહે તે રીતે સક્રિય રાખવા તંત્ર દ્વારા અવાર નવાર જાહેરનામા બહાર પડાય છે.કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પણ સીસી ટીવી કેમેરાની અનિવાર્યતા સ્વીકારેલ છે.

અન્ય સમાચારો પણ છે...