વિશેષ:ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં તળાજાના ખેડૂતો નીરસ

તળાજા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યાર્ડમાં સારી મગફળીના ઊંચા ભાવો અને રોકડા નાણાંને કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચવા આવ્યા નહીં

સરકાર દ્વારા ખરીફ સીઝન 2022-23ની મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર થયા પછી મગફળીના મબલખ ઉત્પાદનને કારણે દિવાળી પહેલા જ તળાજા માર્કેટ યાર્ડમાં સારી ક્વોલિટીનીના ટેકાના ભાવ કરતાં વધુ ભાવની અપેક્ષાએ તળાજા તાલુકામાં ખેડૂતોએ ખાસ રસ ન દાખવતા તળાજા મગફળી કેન્દ્રમાં માત્ર 47 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ હતી પરંતુ ત્યારબાદ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ થયા બાદ નોંધણી કરાવેલ પૈકી એક પણ ખેડૂત ટેકાના ભાવથી મગફળી વેચવા માટે ન આવતા તળાજા કેન્દ્રનો સંકેલો થયો હતો .

સરકાર દ્વારા “પ્રાઈઝ સપોર્ટિંગ સ્કીમ: દ્વારા ખરીફ સિઝન 2022-23 માટે મગફળીના ટેકાના ભાવ મણના રૂપિયા 1170ની ખરીદી માટે ના ભાવ બાંધીને રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાંસેલ દ્વારા તા. 25 09 2022 થી 24-10-2022 સુધી ઓનલાઇન નોંધણી કરવાની જાહેરાત કરી હતી અને તળાજા ખાતેના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, તળાજા. દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. સારી ક્વોલિટીની મગફળીના ઊંચા ભાવો મળવાની અપેક્ષાએ તળાજા કેન્દ્રમાં માત્ર 47 ખેડૂતોએ જ ઓનલાઇન નોંધણી કરાવી હતી.

દરમિયાન તળાજા સહિત જિલ્લામાં ખરીફ સિઝનની મગફળી વહેલી તૈયાર થવા લાગતા દિવાળી પહેલાજ ખેડૂતો એ તળાજા માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં મગફળી વેચવાની શરૂઆત કરી દીધી હતી અને તેમાં સારી ગુણવત્તાવાળી મગફળી હોય તો ટેકાના ભાવ મણના રૂપિયા 1170 ના ભાવ કરતા ક્યાંય ઊંચા ભાવો મળવા લાગતા દિવાળી પહેલા જ તળાજા માર્કેટ યાર્ડમાં મગફળીની ભરપૂર આવક થવા લાગી હતી,જેમાં ખૂબ જ ઊંચા અને પ્રોત્સાહક ભાવો મળવા લાગતા તળાજા માર્કેટિંગયાર્ડ મગફળીથી છવાઈ જવા લાગતા તળાજા યાર્ડ સંચાલકો દ્વારા વારંવાર વ્યવસ્થાના ભાગરૂપે મગફળીની આવકને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ સર્જાય રહી છે

જિલ્લામાં વર્ષે 1,08,145 હેક્ટરમાં મગફળીનું વાવેતર
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સીઝનમાં મગફળીનું1,08,145 હેક્ટરમાં વિક્રમ સર્જક વાવેતર થયેલ છે. જે પૈકી મુખ્યત્વે તળાજામાં 22,772 હેક્ટરમાં, મહુવામાં 33,925, જેસરમાં 14,572 હેક્ટરમાં, શિહોરમાં 11,662 હેક્ટરમાં , ઘોઘામાં 8,685 હેક્ટરમાં, ગારિયાધારમાં 7,840 હેક્ટરમાં, પાલિતાણામાં 5,927 હેક્ટરમાં , મગફળીનું વાવેતર થયેલ છે જેના ઉત્પાદનો હજુ એકાદ માસથી વધુ સમય સુધી વેચાવા માટે આવશે એવો અંદાજ છે.

તળાજામાં ગતવર્ષે 1438 ખેડૂતોએ નોંધણી કરાવી હતી
તળાજા તાલુકામાં ખરીફ 2021-22 માં મગફળીના મણના રૂ. 1,110 ટેકાના ભાવે 1438 ખેડૂતોએ ટેકાના ભાવે ઓનલાઇન નોંધણી કરાવી હતી , જેમાં મોટાભાગના ખેડૂતોએ પોતાની મગફળીનો વેચાણ કરેલ હતું, જ્યારે આ વર્ષે વિવિધ કારણોસર તળાજા તાલુકાના માત્ર 47 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી અને વેચાણનો લાભ એક પણ ખેડૂતોએ લીધેલ નથી. આવી જ સ્થિતિ જિલ્લાના અન્ય કેન્દ્રમાં હોવાનું જાણવા મળેલ છે

અન્ય સમાચારો પણ છે...