વાવેતર:જિલ્લાના તળાજા તાલુકામાં આ વર્ષે સર્વાધિક 34,976 હેકટર વાવેતર

તળાજા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના 1.45 લાખ હેકટર વાવેતરમાં તળાજામાં 35 હજાર હેકટર
  • સૌથી વધુ ચણાનું વિક્રમજનક 8,454 હેકટરનું બમ્પર વાવેતર, ડુંગળી અને ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વધારો

રવિપાકોના વાવેતરમાં ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકોએ મોખરાનું સ્થાન લીધુ છે.તાલુકામાં ચોમાસામાં સારા એવા વરસાદ અને પાણી સંગ્રહથી ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કરીને સારી ઉપજ મેળવવાની આશા રાખી રહયા છે.

ભાવનગર જીલ્લામાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થતા જીલ્લાનાં કુલ 1,44,647હેકટરનાં વાવેતરમાં તળાજાનો હિસ્સો સર્વાધિક 34,976 હે.નો રહયો છે જેમાં ચણામાં સમગ્ર જીલ્લાનાં 40,705 હેકટરમાં તળાજાનું વિક્રમજનક 8,454 હેકટરનું વાવેતર છે જયારે ડુંગળી પાકમાં અવ્વલ ગણાતા તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ રસ દાખવતાં ડુંગળી પાકમાં છેલ્લા ચાર વર્ષથી ઉત્તરોતર ઘટાડો થઇને ચાલુ સાલ સારૂ વર્ષ હોવાથી ડુંગળીનું વધીને 7,689 હેકટરનું વાવેતર થવા પામ્યુ છે. ઉપરાંત ઘઉંમાં ગત વર્ષનાં 7,675 હેકટનાં પ્રમાણમાં ચાલુસાલ વધીને 7,954 હે.નું રહયું છે.

તળાજા તાલુકામાં સામાન્ય રીતે અગાવના વર્ષોમાં રવિ સીઝનમાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ રહેતુ હતુ જે વિવિધ કારણોસર ઘટતુ જતુ રહયુ હતુ જે અનુસાર રવિ 2017 માં 10.428 હેકટરમાં, 2018માં 7535 હેકટર, 2019માં 3,515 હેકટર , 2020માં 3,381 હેકટરમા અને ગત વર્ષે પિયતની સ્થીતિ ખૂબ જ સારી હોવા છતા 3101 હેકટરમા થવા પામ્યુ હતુ જે આ વર્ષે વધીને 7,689 હેકટરનુ થયેલ છે.

તળાજા તાલુકામાં કયાં પાકનું કેટલુ વાવેતર
ચાલુસાલ 100 ટકાથી વધારે વરસાદને કારણે તાલુકામાં જળાશયો અને ભુગર્ભ પાણીની સ્થિતિ ખુબજ સારી હોઇ તળાજાના કુલ 34,976 હેકટરના રવિ વાવેતરમાં ઘઉં 7,954, ચણા 8,454 હે., ડુંગળી 7,689 હે., ઘાસચારો 8,596 હે., મકાઇ 475.હે.,લસણ 242 હે., શાકભાજી 1,101 હે., ધાણા 104 હે.નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...