ગોકળગાયની ગતિ:તળાજા પાલિકાની અગ્નિશામક સુવિધા દશેરાએ ઘોડુ અટકે તેવી બિનઅસરકારક

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડને જિલ્લાનાં મથક બનાવવાની પ્રક્રિયા ગોકળગાયની ગતિમાં
  • અદ્યતન સંસાધનો​​​​​​​ પુરા પાડવામાં આવ્યા પણ મેન્ટેનન્સ થતુ નથી

તળાજા શહેરનાં વિકાસ સાથે અગત્યની અગ્નીશમન દળની હાલની સુવિધા સ્ટાફના અભાવે બિનઅસરકારક થઇ રહી છે.ગુજરાત સરકાર ડિઝાસ્ટર રીસ્ક મેનેજમેન્ટ દ્વારા તળાજા નગર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં આગ-અકસ્માતના સંજોગોમાં અગ્નીશમન અને નુકશાની નિવારવા પુર કે જળ હોનારત સમયે બચાવ કામગીરી માટેનું હાલનું તળાજા નગરપાલિકાને મળેલ ફાયર-ફાઇટર સિસ્ટમનાં અસરકારક સંચાલન માટે અલગ અને ટ્રેઇન્ડ કાયમી સ્ટાફથી રચાયેલ ફાયરબ્રિગેડની ગેરહાજરીમાં તળાજા નગરપાલીકામાં અન્ય કામગીરી નિભાવતા માણસો અને રોજમદાર કર્મચારીઓને કારણે તેનું સંચાલન થાગડ-થીગડ ધોરણે થતુ હોવાથી સરકાર દ્વારા મળેલ સુવિધાઓનો લોકોને અસરકારક લાભ મળતો નથી.ગતવર્ષે તળાજાને જીલ્લાનું મુખ્ય ફાયર બ્રિગેડ મથક બનાવવાની દરખાસ્તનાં અમલીકરણની પ્રક્રિયા ગોકળ ગાયની ગતિમાં છે.

તળાજા નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા પાણીના ટેન્કર અને ટ્રેક્ટર જેવા વાહનોનાં ઉપયોગ કરી આગ જેવી પરિસ્થિતીમાં અગ્નીશમન માટે દેશી પધ્ધતિ અપનાવાતી તેમજ વધુ આગ ફેલાય કે અન્ય અકસ્માત સંજોગોમાં ભાવનગર, મહુવા કે અલંગથી ફાયર ફાઇટર મંગાવાતુ હતુ જેમાં સમય પસાર થતો હોય આગ-અકસ્માતની નુકશાનીનું અસરકારક નિવારણ થતુ નહી ત્યારબાદ ડીઝાસ્ટર મેનેજમેન્ટ માળખુ રચાતા અન્ય નગરપાલીકાઓ સાથે તળાજા નગરપાલીકાને પણ અગ્નિશામક દળના અદ્યતન સંસાધનો પુરા પાડવામાં આવ્યા હતા

જિલ્લા મથક સમયે પૂર્ણ સ્ટાફ ભરાશે
તળાજા નગરપાલિકા ફાયર સ્ટેશનને જીલ્લાનું મુખ્ય મથક બનાવી અદ્યતન અગ્નિશમનદળ બનાવવાની દરખાસ્તનું અમલીકરણ કરવામાં આવશે ત્યારે પૂર્ણકક્ષાનાં મહકેમ સાથે કુલ 20 જેટલા ફાયર સ્ટાફની ભરતી કરવાનું આયોજન છે. હાલ તળાજા અગ્નીશમનદળમાં એક ફાયર ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ છે.> ડો.એ.પી.મારડીયા, પ્રમુખ તળાજા નગરપાલીકા

આટલા સ્ટાફની જરૂરિયાત
તળાજા નગરપાલીકામાં હાલ અગ્નિશામક દળમાં હાલની સ્થિતિએ અગાઉથી જ એક ફાયર ઇન્સ્પેક્ટર, ચાર ફાયરમેન તથા બે ડ્રાઇવર જે દરેક ફાયર ફાઇટર દીઠ કાયમી સ્ટાફ હોવો જોઇએ જે જગ્યાઓ ભરવામાં આવે તેમજ જીલ્લા અગ્નિશમનદળનાં મુખ્યમથકની પ્રક્રિયા ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી છે.

સાધનો છે પણ ચલાવવા માટે સ્ટાફ નથી
હેવી ફાયર ફાઇટર (બાઉઝર),મીની ફાયર ફાઇટર તેમજ મોબાઇલ પ્રકારનાં બુલેટ ફાયર ફાઇટરની સુવીધા પુરી પાડવામાં આવી પરંતુ તેનાં અસરકારક ઉપયોગ અને જાળવણી માટે જરૂરી સ્ટાફ અને સંસાધનો અભાવે જ્યારે કોઇપણ આગ અકસ્માતનાં બનાવો બને ત્યારે તળાજા નગરપાલીકામાં અન્ય સ્ટાફ જે મોટાભાગે રોજમદાર કે કોન્ટ્રાક્ટ બેઇઝ પર હોઇ તેના હવાલે ફાયર ફાઇટરની અસરકારકતા રહેતી નથી તેમજ આ રોજમદાર કર્મીઓને પુરતી ટ્રેનીંગ અને મીકેનીકલ જ્ઞાનને અભાવે આ સુવિધા બિન અસરકારક રહે છે.

અન્ય સમાચારો પણ છે...