તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:તળાજાને હવે એક વધુ શાકમાર્કેટની જરૂરિયાત : જુની માર્કેટ સમસ્યાગ્રસ્ત

તળાજાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા કાર્યવાહી કરાયા બાદ પરિસ્થિતી જેમની તેમ
 • ચાર દાયકા પહેલા બનાવાયેલ શાકમાર્કેટની જગ્યા એકદમ સાંકડી હોવાથી ઉભા થતા અનેક પ્રશ્નો

તળાજાની વસ્તી અને વિકસતા વિસ્તારની સાથે તળાજામાં સાડા ચાર દાયકા પહેલા બનાવાએલ શાકમાર્કેટ હાલ ખુબજ સાંકડી બની રહી છે.તળાજામાં એકમાત્ર છુટક બકાલા માર્કેટ હોવાથી અહીં ગીચતા, ગેર વ્યવસ્થા, ટ્રાફીકને કારણે સમસ્યાગ્રસ્ત થતી જાય છે અને વાર તહેવારોમાં અહીં અંધાધુંધી અને કાયદો વ્યવસ્થાનાં પ્રશ્નો ઉદભવે છે.

વર્ષો પહેલા તળાજા નગરપાલીકાએ હાલની શાકમાર્કેટનું બિલ્ડીંગ બનાવ્યુ તેમાં અંદરનાં ભાગે 30 જેટલા પાકા શટરવાળા બાકડા બનાવી ત્યાંજ બકાલીઓની વેચાણ વ્યવસ્થા થાય તેવો પ્રબંધ કર્યો હતો. પરંતુ તળાજાની વસતી વિસ્તાર વધતા આ શાક માર્કેટની બહારનાં ભાગે પણ આજુબાજુનાં ગામડાઓનાં શાક-બકાલાવાળા જયાં જગ્યા મળે ત્યાં બાકડા પાથરણા પર વેચાણ કરવા લાગતાં અંદરનાં ભાગનાં બાકડા ધારકો પણ બહાર આવી લારી, ગલ્લા, પાટીયા મુકીને બહાર આવી ગયા અને ચોતરફ ગીચતા વધતી ગઇ. જેથી તળાજાની હાલની શાકમાર્કેટની ગીરદીનું ભારણ ઘટાડવા તળાજા શહેરમાં અન્યત્ર સર્વમાન્ય સ્થળે એક કે બે વધારાની શાકમાર્કેટ બનાવવામાં આવે તેવી આમ નગરજનોની માંગ પ્રબળ બનતી જાય છે.

વારંવાર ગેરવ્યવસ્થા અંધાધુંધી સર્જાય છે
તળાજાની શાકમાર્કેટ આસપાસ ભારે ટ્રાફીક ધરાવતા વેપારી સંકુલો થતા અહીં બહારગામનાં લોકોની અવર જવર વધી ગઇ, તેમજ સાંકડી માર્કેટનાં રસ્તા પર પ્લાસ્ટીક, કટલેરી, ઘર ઉપયોગી વસ્તુઓનાં ફેરીયાઓ અને લારીઓ ફરવા લાગતા અને બાકી રહેતું હોય તેમ ઢોર વારંવાર ઘુસી જતા સર્જાતી અંધાધુંધી સ્થિતિમાં ધક્કા મુકીમાં ઘણી વખત મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે તેવા બનાવો પણ બનવા લાગ્યા છે.તળાજા નગરપાલીકા દ્વારા શાકમાર્કેટની વ્યવસ્થા જાળવવા ગંભીરતા દાખવાતી નથી.જોકે પોલીસ દ્વારા વારંવાર અહીં ચેકીંગ યોજી ભીડ દુર કરાય છે. પરંતુ તે એકાદ દિવસ બાદ જૈસે થે જેવી સ્થિતી સર્જાય જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો