તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:તળાજા પાલિકાએ રૂ.17.93 લાખનું વીજ બિલ નહીં ભરતા કનેકશન કટ્ટ

તળાજા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સ્ટ્રીટ લાઇટનું કનેકશન કપાઇ જતા તળાજા અંધેરી નગરી, વીજ કંપની કહે છે નોટીસ આપી છતા રકમ બાકી જયારે પાલિકા કહે છે કટકે કટકે રકમ ભરી છે

તળાજામાં આજે મોડી સાંજ બાદ નગરપાલિકાની સ્ટ્રીટલાઈટ બંધ રહેતા તળાજા નગરમાં અંધારપટ છવાયો હોય તેવો માહોલ રચાયો છે જેના કારણે તળાજાના નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તળાજા નગરપાલિકા નાગરિકો પાસે મોટી રકમના ટેક્ષ ઉઘરાવે છે. પરંતુ અંધેરી નગરી જેવા તળાજા નગરના હાલથી નગરજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે.

તળાજાની સ્ટ્રીટ લાઇટ બંધ બાબતે પી.જી.વી.સી.એલ કંપનીના ડે.એન્જિનિયર પી.એચ જાદવના જણાવ્યા મુજબ તળાજા નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું બિલ લાંબા સમયથી નહીં ભરાતા ફેબ્રુઆરીની આખરમાં નોટીસ આપ્યા છતાં રૂપિયા 17.93 લાખનું પેમેન્ટ તળાજા નગરપાલિકા પાસે બાકી હોવાથી નાછૂટકે નિયમાનુસાર તળાજા નગરપાલિકા સ્ટ્રીટ લાઈટનુ કનેક્શન કાપવાની ફરજ પડી છે.

જયારે આ અંગે તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર કે.જે.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નગર પાલીકા સ્ટ્રીટ લાઈટનું ઘણા સમયથી રૂપિયા 28 લાખનું પેમેન્ટ બાકી હતું જે પૈકી કટકે કટકે રૂપિયા 10 લાખ ભરેલ છે. ઉપરોક્ત રકમ બાકી હોવાની હકીકત ખરી છે. તળાજામાં હાલની પરિસ્થિતિમાં સ્ટ્રીટ લાઇટ બંધ થવાથી નગરજનોને મુશ્કેલી સર્જાઇ શકે છે જે અંગે તળાજા પ્રાંત અધિકારીને રજૂઆત કરેલ છે.

પાલિકાની આર્થિક સ્થિતી ડામાડોળ
તળાજા નગરપાલિકાની હાલની દેવાળિયા જેવી પરિસ્થિતિને કારણે રસ્તાઓના કામ ટલ્લે ચડેલ છે. સફાઈ શ્રમિકોને સમયસર વેતન નહીં મળતા તળાજા નગરમાં સફાઈ કામને ગંભીર અસર થયેલ છે જેથી રોગચાળો ફેલાય તેવી સ્થિતિ ઉદ્ભવેલ છે.

તળાજા નગરપાલિકાના વિવિધ કરવેરાઓની મોટી રકમની બાકી ખેંચાતી આવતી હોય તે સામે વસુલાતની કામગીરીમાં ઢીલી નીતિને કારણે નગરપાલિકા પર આર્થિક બોજો હોવાના કારણે સફાઈ આરોગ્ય અને વિકાસના કામોને પણ ઠપ થઇ ગયેલ છે અને હવે અધૂરામાં પૂરું નગરમાં છવાયેલો અંધારપટ્ટને કારણે આમ નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો