કૃષિક્ષેત્રે તળાજાનું ગૌરવવંતુ સ્થાન:જિલ્લાનાં રવિ પાકોના વાવેતરમાં તળાજા મોખરે, ચણાનું બમ્પર વાવેતર

તળાજા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગળી અને ઘઉંનાં વાવેતરમાં પણ થઇ રહયો છે સતત વધારો
  • જિલ્લાનાં કુલ વાવેતરમાં તળાજાનો હિસ્સો સર્વાધિક 36,677 હેકટર જેમાં ચણામાં 23,015 હેકટરમાં વિક્રમજનક વાવેતર

ભાવનગર જીલ્લામાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થતા જીલ્લાનાં કુલ 1,15,677 હેકટરનાં વાવેતરમાં તળાજાનો હિસ્સો સર્વાધિક 36,677 હેકટરનો રહયો છે. જેમાં ચણામાં સમગ્ર જીલ્લાનાં 23,015 હેકટરમાં તળાજાનું વિક્રમજનક 6,352 હેકટરનું વાવેતર છે.ડુંગળી પાકમાં અવ્વલ ગણાતા તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ રસ દાખવતાં ડુંગળી પાકમાં છેલ્લા ચાર વર્ષથી ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો હતો.

બે વર્ષથી સુધારો થઈને ચાલુ સાલ સારૂ વર્ષ હોવાથી ડુંગળીનું વાવેતર વધીને 10,461 હેકટરનું થવા પામ્યુ છે. ઉપરાંત ઘઉંમાં સર્વાધિક 7,891 હેક્ટરનું વાવેતર થયું છે, ચણામાં પણ જિલ્લાના કુલ 23,015 હેક્ટરના વાવેતરમાં તળાજાનું 6,352 હેકટરનું થયું છે.

તળાજા તાલુકામાં ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર વધ્યુ
તળાજા તાલુકામાં ચાલુ સાલ સાનુકૂળ વરસાદને કારણે તાલુકામાં જળાશયો અને ભુગર્ભ પાણીની સ્થિતિ ખુબજ સારી હોય ગત વર્ષનાં કુલ 34,976 હેકટરનાં રવિ કરતા ચાલુ સાલ 36,677 વાવેતર હેક્ટરનુ વાવેતર થયેલ છે જેમાં ઘઉં 7,891, ચણા 6,352 હે., ડુંગળી 10,461 હે. ઘાંસચારો 9,099 હે. નો મુખ્યત્વે રહ્યું છે.

યાર્ડમાં ડુંગળીમાં ગુણવત્તા મુજબ સારા ભાવ
શેત્રુંજી સિંચાઈને કારણે તળાજામાં ચાલુ સાલ ખરીફ વાવેતર 60,040 હેક્ટરનું તેમજ ડિસેમ્બરની આખરે રવિ વાવેતર 36,677 હેક્ટરનું પૂર્ણ થયું છે, જે ગત સાલ કરતા અધિકતમ છે, ખરીફ સીઝનના કપાસ અને મગફળી હજુ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. જેમાં મગફળીના ખૂબ જ સારા ભાવો બોલાય છે, જ્યારે રવિ સીઝનમાં ડુંગળી ઘઉં અને ચણાનું સારું એવું વાવેતર થયેલ છે. અગાઉના પાંચ વર્ષ કરતા તળાજામાં ડુંગળીનું સર્વાધિક વાવેતર થયેલ છે, હાલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ગુણવત્તા મુજબ સારા ભાવ મળી રહ્યા છે. - ભીમજીભાઇ પંડ્યા, ચેરમેન માર્કેટ યાર્ડ, તળાજા

તળાજા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં નંબર વન
તળાજા તા.માં સામાન્ય રીતે અગાઉનાં વર્ષોમાં રવિ સીઝનમાં ડુંગળીનું વાવેતર વિવિધ કારણોસર ઘટતું જતુ રહયું હતું જે અનુસાર રવિ 2017 માં 10.428 હેકટરમાં, 2018 માં 7535 હેકટરમાં, 2019 માં 3,515 હેકટર માં, 2020 માં 3,381 હેકટર , 2021 માં ઘટી જઈને 3101 હેકટરમાં થવા પામ્યુ હતું જે 2022 માં વધીને 7,689 હેકટરનું થયેલ જેમાં આ વર્ષે 10,461 હેક્ટરનું અધિકતમ છે. જે જીલ્લાનાં 31,178 હેકટરનાં કુલ વાવેતરનાં પ્રમાણમાં ખૂબ જ સારું છે,

અન્ય સમાચારો પણ છે...