વિકાસથી વંચિત:રોજગારલક્ષી ઉદ્યોગોના અભાવે તળાજા સર્વાંગી વિકાસથી વંચિત

તળાજા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.આઇ.ડી.સી સુવિધાથી તળાજા તાલુકો વર્ષોથી બાકાત
  • ખેતીને બાદ કરતા હિરા ઉદ્યોગ સિવાય મોટા પાયે રોજગારી આપી શકે તેવા કોઇપણ ઉદ્યોગો વિકસ્યા નથી

ખેતીવાડીથી સમૃધ્ધ તળાજાના વિશાળ તાલુકાની સર્વાંગી ઉન્નતિનું અગત્યતું પરિબળ જી.આઇ.ડી.સી ના અભાવે અદ્યતન કક્ષાનાં ઉદ્યોગો સ્થપાતા ન હોવાથી આઝાદીનાં સાત દાયકા બાદ પણ તળાજાનો સમ્યક વિકાસ રૂંધાઇ રહયો છે.તળાજામાં જી.આઇ.ડી.સી સ્થાપવાની લાંબા સમયની માંગ વહેલી તકે સંતોષાય તો રોજગારી મળે અને વિકાસમાં બે ડગ આગળ મંડાય.

તળાજા તાલુકાના તળાજા શહેર સહીત 118 ગામોના વિશાળ વિસ્તારમાં ખેતીને બાદ કરતા સતત લટકતી તલવાર હેઠળ ચાલતા હિરા ઉદ્યોગો સિવાય યુવાનો ને મોટા પાયે રોજગારી આપી શકે તેવા કોઇપણ ઉદ્યોગો વિકસ્યા નથી જે માટે તળાજાની વર્ષો જુની જી.આઇ.ડી સ્થાપવાની પ્રજાકીય માંગ નહી સંતોષાતા ઉદ્યોગ વિકાસની સુવિધા, પ્રોત્સાહક યોજનાનો લાભ મળતો ન હોઇ તળાજામાં પોતાની કક્ષા અને સ્કીલ ધરાવતા હજારો યુવા કારીગરો અને ઉદ્યોગ સાહસીકોનો અને તાલુકાનાં સર્વાંગી વિકાસ માટે તળાજા તાલુકામાં વહેલીતકે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સ્થાપવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

તળાજામાં ઉદ્યોગ વિકાસની વિપુલ સંભાવનાઓ
તળાજા તાલુકામાં ખેત વિકાસ અને જમીનમાં ધરબાયેલ વિપુલ ખનીજના ભંડારને ધ્યાને લેતા અહીં મીની સિમેન્ટ પ્લાન્ટ, સ્ટોન ગ્રીટસ, હાઇડ્રેટેક લાઇમ, બેન્ટીનાઇટ ગ્રેન્યુઅલ્સ, કવીક લાઇમનાં એકમો તેમજ જીનીંગ, સ્પીનીંગ, ફેબ્રીકેશન, ખેતીવાડી ઓજારો, ફુડ પ્રોસેસ મશીનરી, ઓષધ નિર્માણ, ડેરી, સહીતનાં ઉદ્યોગો અને હાલના સંજોગોમાં હાર્ડવેર, સોફરવેર ડેવલોપીંગનાં સફળ એકમોના વિકાસની વિપુલ સંભાવના છે પરંતુ જી.આઇ.ડી.સીના અભાવે મુડી અને સંસાધનોની મુશ્કેલી સર્જાતી હોઇ ઉદ્યોગ સાહસીકો ઉન્નતિ સાધી શકતા નથી.> ભરતભાઇ એન. ઠંઠ , પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, તળાજા

જીલ્લામાં અન્ય તાલુકાની સરખામણીમાં તળાજાના ભાગે સતત થતો અન્યાય
હાલ ભાવનગરમાં ચિત્રા, વિઠ્ઠલવાડી તથા તાજેતરમાં નારી, જી.આઇ.ડી.સી. ઉપરાંત શિહોર-1 અને 2, મહુવા, પાલીતાણા, વલ્ભીપુર, વરતેજ સહીત નવ ઔદ્યોગીક વસાહત કાર્યરત છે જેને અપગ્રેડ કરવા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા “વિઝન 2020’ હેઠળ વધુ વિકાસ માટે કરોડો રૂપીયાની ફાળવણી કરી આયોજન કરેલ છે.તળાજામાં વર્ષોથી લોકોની માંગણી છતા જી.આઇ.ડી.સી.ની સ્થપાયેલ નથી જેને કારણે ઓદ્યોગીક ક્ષેત્રે સમતોલ વિકાસમાં તળાજાની બાદબાકી થતી હોવાની વેપારીઓ,યુવા સાહસીકો તથા આમ જનતાની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...