તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તળાજાનાં ગોરખીમાં અજાણ્યા શખ્સોએ ઢેલનો શિકાર કર્યો

તળાજાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તળાજાનાં ગોરખી ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોર પરિવારનો વસવાટ હોઈ મોરનો ગેરકાયદેસર શિકાર થતો હોવાની તળાજા વન વિભાગને ચોક્કસ બાતમી મળતા તળાજા આરએફઓની સૂચનાથી તળાજા ફોરેસ્ટર બ્રિજેશભાઈ બારૈયા અને ટીમએ બાતમીનાં સ્થળે તપાસ કરતાં સીમમાં મોરની માદા ઢેલનો શિકાર કરી માથા વગરનું ધડ મળી આવેલ જેનું પંચનામું કરી મૃત ઢેલનાં અવશેષોનું પાલિતાણા નજીક વડાળ એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. કરાવી અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાયેલ છે.

તળાજા તાલુકામાં મોર પક્ષીઓનો વસવાટ વધુ હોઈ તેનું માસ મેળવવા ખાનગીમાં શિકાર કરાતો હોઈ આવા બનાવો અગાઉ પણ બનેલા છે. આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોઈ તો તળાજાની ફોરેસ્ટ વાઈલ્ડ લાઈફ વિભાગને જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો