તળાજા સહીત ભાવનગર જીલ્લાનાં ખેડૂતો જમીન પાક અને પિયતની સુવિધા પ્રમાણે વર્ષની ત્રણ સીઝનમાં સાનુકુળ પાકો લઇ રહયા છે. પરંતુ જીલ્લાનાં મુખ્ય પાકો કપાસ, મગફળીનું પ્રમાણ કુલ પાકોનાં 50 થી 60 ટકા જેટલું હોય છે જેથી કપાસ અને મગફળીનાં વધતા ઘટતા ભાવો ખેડૂતોની આર્થિક સ્થિતિને અસર કરે છે.
હાલનાં સમયમાં વિવિધ પાકોમાં ભાવો ઉંચા રહે તો પણ ખેડૂતોને ઉત્પાદનનો કુલ ખેત ખર્ચ અને મળતા ભાવો વચ્ચેની ભેદ રેખા અત્યંત પાતળી હોવાથી જયારે પણ ખેડૂતોનો તૈયાર પાક ખળામાં આવે ત્યારનાં બજાર ભાવોથી નફા નૂકસાનીની ખબર પડે છે અને મોટાભાગે વર્તમાન સમયમાં ખેત ઉત્પાદનનાં બજારભાવો ઉંચા હોય તો પણ ખેડૂતોને હરખાવા જેવું ભાગ્યેજ હોય છે. કારણ કે ભારે ખેતખર્ચ બાદ વિવિધ કારણોસર ઉત્પાદન ઓછુ આવે તો પ્રમાણમાં ઉંચા ભાવો છતા ખેડૂતોને ઘણી વખત ખોટ પણ સરભર થતી નથી.
મગફળીનાં ભાવો ઉંચા પરંતુ ઉત્પાદન ઓછું
સામાન્ય રીતે સાનુકુળ સ્થિતિમાં કપાસમાં વિઘે 35 થી 40 મણનો ઉતારો આવતો હતો જે હાલમાં વિષમ સ્થિતિને કારણે ઘટીને વિઘે 20 થી 30 મણનો ઉતારો આવે છે. જયારે મગફળીમાં પણ સાનુકુળ પરિસ્થીતિમાં વિઘે 20 થી 30 મણનું ઉત્પાદન થતું હોય છે જે હાલની પરિસ્થીતીમાં વિઘે 15 થી 20 મણ થઇ જાય છે. જેથી વર્તમાન સમયમાં ઉંચા ભાવો છતા ખેડૂતોને એકંદર ફાયદો થતો નથી. આ વર્ષે પણ કપાસના ભાવોમાં ખેડૂતોને નુકસાની જ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.