તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની ખરીદી:તળાજા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન

તળાજા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 8 દિવસમાં 1800 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી
 • તળાજા,મહુવા, ઘોઘા અને ભાવનગરની ખરીદી

ગુજરાત સરકારે નાફેડ દ્વારા રવિ સીઝનનાં ચણાનાં ઉતપાદનની ખરીદીનો ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ તા.1 ફેબ્રુઆરીથી થયેલ છે. જેમાં ભાવનગર જીલ્લાનાં બે ખરીદી કેન્દ્રો પૈકી તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે તળાજા ઉપરાંત મહુવા, ઘોઘા અને ભાવનગર તાલુકાનાં ખેડૂતોનાં ચણાની ખરીદી કરવાનું નકકી કરી તે માટે ઓનલાઇન નોંધણી નિયત આધાર પુરાવા સાથે ખેડૂતોએ કરવાની રહેશે તેમજ જે તે તાલુકાનાં ગામોની ગ્રામ પંચાયત ખાતે V.C.E (વિલેજ કોમ્પ્યુટર એન્ટર પ્રીન્યોર) પર નોંધણી કરાવી શકાશે. સરકાર દ્વારા ચણાની ખરીદીનો ટેકાનો ભાવ પર કિવન્ટલે રૂ.5100/- (મણે રૂ.1020) નો નકકી કર્યાનું જાણવા મળેલ છે.

ચાલુસાલ સાનુકુળ વાતાવરણને કારણે રવિ સીઝનમાં કઠોળ પાકોમાં જીલ્લામાં ચણાનું વિક્રમજનક વાવેતર થયેલ છે. જેનાં કારણે સરકાર દ્વારા ભાવનગર જીલ્લામાં ખરીદી માટે બે કેન્દ્રો તળાજા એ.પી.એમ.સી. અને પાલીતાણા એ.પી.એમ.સી. ખાતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ વહેલીતકે નાગરીક પુરવઠા નિગમ મારફત ખરીદી શરૂ કરાશે તેમ જણાંવાયું છે. તા.1 ફેબ્રુઆરીનાં રોજથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયા બાદ 8 દિવસમાં 1800 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવ્યાનું જાણવા મળેલ છે.

આ વર્ષે રવિ સીઝનમાં ભાવનગર જીલ્લામાં ચણાનું કુલ 20,960 હેકટરમાં વાવેતર થયેલ છે. જે પૈકી તળાજા તળાજા તાલુકામાં સર્વાધિક 8,628 હેકટર, ઘોઘામાં 2449 હેકટર, મહુવામાં 874 હેકટર અને ભાવનગર તાલુકામાં 65 હેકટર ચણાનું વાવેતર થયાનું જીલ્લા પંચાયત ખેતીવાડી ખાતા દ્વારા જાહેર કરેલ છે. જેનાં ઉત્પાદનો પણ લગભગ થઇ જવામાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો