ફરિયાદ:હમીરપરામાં ચાલતા મનરેગા રાહત કામમાં ગેરરીતિની રાવ

તળાજા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ

તળાજા તાલુકાના હમીરપરા ગામે ચાલતા મનરેગા કાર્ય રાહત કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ધીરૂભાઇ ભીખાભાઇ ચૌહાણે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તથા પ્રાંત અધિકારી સહિતના ને કરી રાહત કામમાં ખોટા મસ્ટર બનાવી ગેરરીતિ આચરતા કારકુનની તપાસ કરી બદલી કરવા સહિતની કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ કાર્યમાં હાજરી પત્રક બનાવીને ખોટા નામો દાખલ કરી હાજરીપત્રકમાં છેકછાક કરવામાં આવે છે તેવી અગાઉ ફરિયાદ કરી હતી તેમજ ફરીયાદીના નામનું બેંક ખાતુ હોવા છતાં અને જોબ કાર્ડ હોવા છતાં કામ નો પગાર અન્ય ખાતામાં આપવા જણાવેલ. જે અંગે પોતે વાંધો લેતાં ઉશ્કેરાઇને ગેરવર્તણૂક કરી ધમકીઓ આપતા અને ઉચ્ચ કક્ષાએથી તપાસ માંગી ને કાયદેસરની કાર્યવાહી કરવા તથા હમીરપરા ગામ માં રાહત કાર્ય શરૂ રહે અને મજૂરોને રોજીરોટી મળી રહે તે માટે હાજરી કારકુનની ફેરબદલી કરવા અરજી કરવામાં આવી હતી.

તમામ કાર્ય નિયમ મુજબ થાઈ છે 
હમીરપરા ગામ માં ચાલી રહેલ મનરેગા રાહત કામમાં ગેરરીતિ અંગે અમોને 10 દિવસ પહેલા ફરિયાદ મળી હતી પરંતુ આમાં કાર્યમાં ખોટા નામ લખાવવા માટે ફરિયાદ કરવામાં આવી રહી છે  તથા આ કાર્યમાં કોઇ પણ રીતની ગેરરીતિ થતી નથી અને ભવિષ્યમાં કોઇ બનાવ બનશે તોપણ અમે ચલાવી લે શું નહીં અને અમારા દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. > એસ.બી.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી, તળાજા

અન્ય સમાચારો પણ છે...