રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાનીની ખરીદીનો પ્રારંભ તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતેનાં કેન્દ્ર ખાતે આજથી આરંભ થયો છે.તળાજા અને ઘોઘાના કુલ 1549 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે.આજે ખરીદી માટે બોલાવાયેલ 20 ખેડૂતો પૈકી 12 ખેડૂતોએ ખેડૂતો ચણાના ઉત્પાદન ટેકાના ભાવે વેચાણ માટે આવ્યા હતા ગુજકોમાંસેલની તળાજા ખાતેની એજન્સી તળાજા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા થયો છે.
તળાજા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ મેનેજર જગતસિંહ સરવૈયા, તેમજ તળાજા માર્કેટ યાર્ડનાં ચેરમેન ભીમજીભાઇ પંડયા તથા સેક્રેટરી અજીતભાઈ પરમાર ઉપરાંત ગુજકોમાસેલ ના પ્રતિનિધિ વાઘાણીભાઈની હાજરીમાં આજે ખરીદી માટે બોલાવાયેલ 20 ખેડૂતો પૈકી 12 ખેડૂતોએ ખેડૂતો ચણાના ઉત્પાદન ટેકાના ભાવે વેચાણ માટે આવ્યા હતા.
સરકાર દ્વારા આ વર્ષે પણ રવિ સીઝનના ચણાની ક્વિન્ટલના રૂપિયા 5,335 મણના રૂપિયા 1067 ના ભાવે ખરીદી માટે તા.1- 02- 2023 થી 28/02 2023 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થતા તળાજા કેન્દ્રમાં કુલ 1435 ખેડૂતોએ તેમજ ઘોઘાના 144 ખેડૂતોએ ચણાની ઓનલાઇન નોંધણી કરાવી હતી જે પૈકી આજ તળાજા કેન્દ્રમાં 12 જેટલા ખેડૂતોના ચણાની ખરીદી શરૂ કરી પ્રક્રિયાનો શુભ પ્રારંભ કર્યો છે.
તળાજા તા.માં ચણાનું 6,352 હેક્ટરમાં વાવેતર
ભાવનગર જિલ્લામાં ચણાના રવિ (શિયાળુ) કુલ 23,015 હેક્ટરના વાવેતરમાં તળાજા તાલુકામાં જ ચણા નું 6,352 હેક્ટરમાં વાવેતર થયેલ છે તેમજ ઘોઘામાં ચણાનુ 1075 હેક્ટરમાં વાવેતર થયેલ છે પૈકી મોટાભાગનો ચણાનો પાક તૈયાર થતાં તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો નિયમિત રીતે હરાજીમાં પણ પોતાનું ચણાનું ઉત્પાદન વેચવા માટે લાવી રહ્યા છે, જેમાં સારી ક્વોલિટી હોય તો ચણાના ટેકાના ભાવ કરતાં પણ વધારે કિંમત ઉપજે છે,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.