ઉન્નતિ:તળાજાના કુંઢડાની ડુંગરમાળાઓમાં 25 જેટલી પવન ચકકીથી વિજઉત્પાદન

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરમાળામાં બારેમાસ ગતિમાન રહેતા સાનુકુળ પવન
  • પ્રાકૃતિક વિવિધતા, સુંદરતા અને જળસંપતિ સભર સ્થળ

તળાજા તાલુકાનાં છેવાડે અને પાલીતાણા અને મહુવા તાલુકાને સ્પર્શતુ પ્રાકૃતિક વિવિધતા અને વિશિષ્ટ ભૌગોલીકતા ધરાવતું તળાજાનું કુંઢડા ગામ ભરપુર કુદરતી સંપદાને કારણે એક આદર્શ અને અલૌકિક પર્યટન ક્ષેત્રનાં વિકાસની સંભાવના ધરાવે છે. કુંઢડા ગામની અંદાજીત 3000 ની જનસંખ્યાનાં મુખ્યત્વે ખેડૂતો,શ્રમજીવીઓ, ખેતી અને બાગાયત સાથે પારિવારીક શિક્ષણમાં પણ ઉન્નતિ સાધી રહયા છે. કુદરતી ડુંગરમાળાની હારમાળાઓની તળેટીમાં વસેલ કુંઢડા ગામની કુલ 12000 વીઘા જમીનમાં 3500 વીઘા સરકારી વનક્ષેત્રની તેમજ બીજી સરકારી પડતર છે.

કુંઢડા નજીકની ડુંગરમાળામાં બારેયમાસ ગતિમાન રહેતા સાનુકુળ પવનને વિજ ઉત્પાદમાં ફેરવવાનાં હેતુ માટે સુઝલોન કંપની દ્વારા સ્થાપિત 25 જેટલી વિશાળ પવનચકકીથી ડુંગરમાળની સુંદરતાને ચાર ચાંદ લાગી રહયાનું ગૌરવ અનુભવે છે.

અનેક પ્રકારની વિશિષ્ટતા સભર ડુંગરમાળા
વન વિભાગની વીડીમાં વિપુલ પ્રમાણમાં ઘાસ ઉપરાંત વિવિધ પ્રકારનાં ઔષધિય અને ફળાઉ વૃક્ષોથી બારમાસી લીલોતરી સર્જાય છે. અહીંની ડુંગરમાળામાં પૂ.લહેરગીરી બાપુ આશ્રમની સમૃધ્ધ ગૌશાળા અને વૃક્ષપ્રેમી દયારામભાઇ લાધવાએ 500 જેટલા ઘટાદાર વૃક્ષો ઉછેરીને સર્જેલ સુંદર મોક્ષધામ તેમજ કુંઢડા ગામ નજીક ડેંડાગાળો, છાપરો, હળદરગાળો, દડ, કાંઠાદડ જેવા પ્રાકૃતિક નામો ધરાવતી વિશાળ ડુંગરમાળાઓ કુદરતી રીતે વરસાદી જળસંગ્રહથી સર્જાયેલા તળાવો, નાના મોટા જળાશયો જળસંપતિથી સભર હોઇ આ વિસ્તારની ઘરતી બારેયમાસ લીલીછમ રહે છે.

અન્ય સમાચારો પણ છે...