સુવિધાઓને લાગ્યુ ગ્રહણ:પાલિકાના અણઘણ વહીવટથી સેવાઓ ખોરવાઇ,  પાણી,વીજળી, સફાઈ અને આરોગ્ય જનતાની અનિવાર્ય જરૂરીયાત

તળાજા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાજા પાલિકાના 60 થી વધુ કામદારોને છૂટા કરી દેવાતા અગત્યની લોકોપયોગી સેવા ખોરંભે પડી

દિપાવલીના તહેવારો સમયે જ તળાજા નગરપાલિકાના કથળી ગયેલ વહીવટથી સફાઈ અને આરોગ્ય સહિત આમ નાગરિકોને જરૂરી મોટાભાગની સેવાઓ ખોરવાઈ જતા નગર નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે,તળાજા નગરપાલિકાના કર્મચારીઓ રાજ્ય કર્મચારી મહામંડળના સમર્થનમાં હડતાલ પર ઊતરી જઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપતા અને પાલિકાની અગાઉની વહીવટી ક્ષતિને કારણે નગરપાલિકાના 60 થી વધુ કામદારોને છૂટા કરી દેવાતા નગરપાલિકાની અગત્યની નાગરિકલક્ષી સેવા ખોરંભે પડી ગઈ છે

જેથી દિવાળીના તહેવાર સમયમાં જ અગત્યની નાગરિકલક્ષી સેવા ખોરવાઇ જતા નગરજનો ભારે મુશ્કેલી વેઠી રહયા છે.ખાસ કરીને સોસાયટીના વિસ્તારો, શાળાઓ અને જાહેર રોડ પર અને તળાજાની રહેણાંકી સોસાયટીમાં ઠેરઠેર ગંદકી અને કચરો ફેલાતા તેમજ કેટલીક જગ્યાએ નગરપાલિકા દ્વારા મુકાયેલી કચરાની પેટીમાંથી કચરો ઉભરાઈ જઈને ચોતરફ ચોતરફ ગંદકી ફેલાતા ખુટીયા અને ભૂંડ આવી પેટની આસપાસ અડ્ડો જમાવીને રાહદારીઓ માટે જોખમી થઈ જાય છે

તેમજ તહેવારોના સમયમાં જ સઘન સફાઇ અને જંતુનાશક દવાના છંટકાવના અભાવે નગરજનોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. તળાજા નગરપાલિકામાં ચીફ ઓફિસર કે કોઈ જવાબદાર અધિકારી સામાન્ય નાગરિકોના ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.

કર્મચારીઓ ન્યાય માંગે પણ તંત્ર ઉદાસિન
તળાજા નગરપાલિકાના અગાઉના સમયમાં પણ તળાજા એક યા બીજા કારણે લાંબા સમયના બાકી પગાર માટે ન્યાય માટે કર્મચારીઓ લાંબો સમય હડતાલ ઉપર ઉતરી ગયા હતા તે સમયથી તળાજા નગરપાલિકાની સફાઈ અને આરોગ્ય સેવા વારંવાર ખોવાઈ જતી હતી અને વર્તમાન સમયમાં જ તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં વહીવટી કામગીરીને પર ગંભીર અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...