સમસ્યા:તળાજા શહેરમાં જયાં ત્યાં ફેંકી દેવાતા પ્લાસ્ટીક વેસ્ટથી પ્રદુષણની સમસ્યા

તળાજા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રોગચાળો ફેલાય તે પહેલા સ્વચ્છતાના નિયમોનો કડક અમલ કરવો જરૂરી
  • વરસાદી વાતાવરણમાં ગંદકી અને પ્લાસ્ટીકના પ્રદુષણ આરોગ્ય માટે હાનિકારક

તળાજામાં ઠેર-ઠેર યુઝ એન્ડ થ્રો પ્રકારનાં પ્લાસ્ટીકનાં બેહદ ઉપયોગ અને તેનાં આડેધડ નિકાલમાં સેવાતી બેદરકારીને કારણે પ્લાસ્ટીક પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે તેના યોગ્ય નિકાલથી પ્લાસ્ટીકના પ્રદુષણની સમસ્યા નિવારી શકાય.

હાલ નાના મોટા તમામ ધંધાઓ કે વ્યકિતગત રીતે દરેક કામોમાં પ્લાસ્ટીકનાં ઝબલાઓ, થેલી, ગ્લાસ, ચાનાં કપ, બોટલ, દુધની કોથળી, પાણીનાં પાઉચ, પાન-મસાલા, નમકીન સહીત અનેક રીતે પ્લાસ્ટીકનો વધારે પડતો રોજીંદો ઉપયોગ થાય છે. તેમજ તેનાં ઉપયોગ બાદ જ્યાં ત્યાં ફેંકી દેવાથી ઉકરડાઓ સર્જાય છે જેના પર નગરપાલિકા દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, ઉપરાંત ફળ ફળાદીની છાલ, કચરો,વાસી ખાદ્યપદાર્થો વગેરે પ્લાસ્ટીકની થેલીમાં ભરીને રસ્તાપર ફેંકી દેવાતા હોય રખડુ ઢોરનાં પેટમાં જતા હાની થયાનાં બનાવો પણ નોંધાય છે.

હાલ ચોમાસાની સીઝન હોય શહેરમાં ઠેર-ઠેર સર્જાયેલા ગંદકી કાદવ કીચડની સાથે જાહેર સ્થળોએ સફાઇ દરમિયાન પ્લાસ્ટીક વેસ્ટને અલગ પાડવામાં ન આવે તે ખાબોચીયા, ગટર વગેરેમાં ફસાઇ જવાથી ગંદકી વધે છે. ઘણી વખત ભુર્ગભ ગટરનાં મેન હોલ કે પાઇપમાં પ્લાસ્ટીકનો કચરો ફસાઇ જાય ગટરનું બદબુવાળુ પાણી મેન હોલમાંથી જયાં ત્યાં ઉભરાઇને ગંદકી અને દુર્ગધ ફેલાતા મચ્છોરોનાં ઉદભવથી રોગચાળો ફેલાવવાનો ભય રહે છે.તળાજા નગરપાલિકા સ્વચ્છતાના સ્થાપીત નિયમોનો કડક અમલ કરે તે અત્યંત જરૂરી છે.

પ્લાસ્ટીક વેસ્ટનો સળગાવીને થતો નિકાલ જોખમી
પોલીથીન બેગો, પાઇપ, ઝબલા, પેંકીંગ મટીરીયલ, ક્રોકરીઝ વગેરે માં વપરાતું મટીરીયલ જટીલ પોલીમરનું સંમિશ્રણ હોય છે જેમાં ફોસ્ફેટ, કંમ્પોરાઇઝડ, સલ્ફેટ, પ્લાસ્ટીસાઇઝર, મોનોમર, રંગ, વગેરેમાં હાનીકારક રસાયણો તત્વો હોય છે. જે જ્યાં ત્યાં ફેંકી દેવાથી પર્યાવરણ આરોગ્યને જોખમ કારક બને છે. તેનાં વેસ્ટનો સળગાવીને નાશ કરતી વખતે તેનાં ધુમાડામાંથી ફીનાલ, ફાસ્જીન, હાઇડ્રોસાઇનાઇડ, કાર્બનમોનોકસાઇડ, કલોરાઇડ, જેવા ઝેરી ગેસ ઉદભવે છે જે પર્યાવરણ અને જન આરોગ્યને જોખમાવે છે.

અન્ય સમાચારો પણ છે...