તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વર્તમાન સમયમાં વાહનોની સતત વૃધ્ધી અને વિવિધ રીતે તીવ્ર અવાજ અને ઘોંઘાટ પ્રસરાવતા ધ્વનિ પ્રદુષણનાં વધતા વ્યાપને કારણે આમ પ્રજા ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ભારે ઘોંઘાટ સાથે પુરપાટ દોડતા તમામ પ્રકારનાં વાહનોથી ભારે અવાજ સાથે રોડ પર દરેક પ્રકારનાં વાહનોની સતત અવર જવરને કારણે સર્જાતી રસ્તા પરની દૂકાનો દવાખાનાઓ, શાળાઓ, હોસ્પિટલો અને રાહદરીઓને માટે તમામ પ્રકારના વાહનોના હોર્ન,અને તીવ્ર અવાજ સાથે રોડ પર અવર-જવરથી ઘોંઘાટ રુપી ધ્વની પ્રદુષણ સર્જે છે. જે જાહેર આરોગ્ય માટે પણ ત્રાસદાયક રહે છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારોના પ્રચાર અને પ્રસાર માટે માઈક વગાડવાની મંજૂરી મેળવવાની હોય છે. આવી મંજૂરી સમયે શાળાઓ, હોસ્પિટલો તેમજ જે જગ્યાએ વધુ પડતો ઘોંઘાટ નુકસાનકારક હોય તેવા સ્થળોને ધ્યાનમાં રાખીને અવાજના, વિવેક પૂર્ણ પ્રસારણની સૂચના સાથે મંજૂરી આપવામાં આવે તો ચૂંટણીના લોકપર્વની આદર્શ સ્થિતિ ગણાય, પ્રસંગોમાં નીકળતા વરઘોડાઓમાં ડી.જે જેવા ભારેખમ અવાજોથી ધ્વની પ્રદુષણની વધતી માત્રાથી ઘણી વખત દર્દીઓ, વૃધ્ધો,શાળાનાં વિદ્યાર્થીઓની અભ્યાસની પ્રવૃતીમાં ખલેલ પડે છે.
ધ્વની પ્રદુષણ વર્તમાન સમયની સાર્વત્રીક સમસ્યા
અવાજ પ્રદુષણએ હાલનાં સમયમાં સાર્વત્રીક સમસ્યા છે. સુકુ પાંદડુ પડે તેનો અવાજ 0.5 ડેસીબલ હોય છે, સામાન્ય વાતચિત 20 થી 25 ડેસીબલ, ક્લાસ રૂમના અવાજની તિવ્રતા 40 થી 45 ડેસીબલ, માઇક, સ્ટીરીયો સીસ્ટમ અને એમ્પ્લીફાયરથી અવાજની માત્રા 70 થી 90 ડેસીબલની થઇ જાય છે. નિષ્ણાતોના મતે 100 થી વધુ ડેસીબલ ધ્વની લાંબો સમય હોય માનવીનાં શ્રવણનાં આંતરીક અવયવોને નુકશાન કરી શકે છે. ઉંચા અવાજનાં મોજા અને પ્રેશર સતત સહન થઇ શક્તા નથી, માનવીની નોર્મલ શ્રવણ શક્તિ 20 થી 30 હર્ટઝની હોય છે.> હસમુખ કળસારીયા, ભૌતિક વિજ્ઞાન -નિલકંઠ વિદ્યાપીઠ-તળાજા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.