કૃષિ:તળાજાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ, ખેડૂત દીઠ 2500 કિલો મગફળી રૂ.1110 નાં ભાવે ખરીદાશે

તળાજા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા કેન્દ્રમાં કુલ 1438 ખેડૂતોએ નોંધણી કરાવી

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતેનાં કેન્દ્ર ખાતે બુધવારથી તળાજા માર્કેટ યાર્ડનાં ચેરમેન ભીમજીભાઇ પંડયા, વાઇસ ચેરમેન મસરીભાઇ ભાદરકા તથા પુરવઠા નિગમનાં પ્રતિનીધીનો હાજરીમાં પ્રારંભ થયો છે. રાજય સરકાર દ્વારા આ વર્ષે પણ ખરીફ સીઝનની મગફળી ખરીદી માટે તા.1.10.21 થી 31.10 .21 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થતા તળાજા કેન્દ્રમાં કુલ 1438 ખેડૂતોએ પોતાની મગફળીની નોંધણી કરાવી હતી જે પૈકી બુધવારે તળાજા કેન્દ્રમાં 10 જેટલા ખેડૂતોને બોલાવાયા હતા જેની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતો પોતાની મગફળી લાવતા થયા છે.

સરકાર દ્વારા ભાવનગર જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનાં પાંચ કેન્દ્રો પૈકી ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા અને ગારીયાધાર કેન્દ્રોમાં ખેડૂતોની નોંધણી થયેલ છે. જેમાં ખેડૂત દીઠ 2500 કિલો મગફળી રૂ.1110 નાં ભાવે ખરીદવાનો પ્રારંભ થયો છે. જોકે હાલ સારી કવોલીટીની મગફળીનાં હરરાજીમાં 1150 થી 1275 આસપાસનો ભાવ મળતો થતા ઘણા ખરા ખેડૂતો ટેકાના ભાવને બદલે માર્કેટ યાર્ડમાં હરરાજીમાં પોતાની મગફળી લાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...