સુચના:તળાજા માર્કેટ યાર્ડમાં મગફળી છલોછલ: ચાર દિવસ નો એન્ટ્રી

તળાજા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.29 સુધી મગફળી હરરાજી માટે નહીં લાવવા સુચના
  • છેલ્લા અઠવાડીયાથી દૈનિક 4000 જેટલી ગુણીની આવક થતા હરરાજી બંધ કરવી પડી

તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા અઠવાડીયાથી મગફળીની આવક શરૂ રહેતા યાર્ડ ચોગાનમાં મગફળી ઉતારવાની જગ્યા ન હોવાથી માર્કેટીંગ યાર્ડ દ્વારા તા.29 સાંજ સુધી ખેડૂતોને હરરાજી માટે મગફળી ન લાવવા તાકીદ કરવામાં આવેલ છે. તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા અઠવાડીયાથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને તે સીવાય ઘોઘા સહીતનાં વિસ્તારમાંથી ખેડૂતો તળાજામાં મગફળી લાવવા લાગતા તળાજા યાર્ડમાં વારંવાર મગફળીનો ભરાવો થઇ જાય છે.

દેવ દિવાળી પછી તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખરીફ સીઝનની મગફળી અને કપાસની આવક વધી જતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીઓનો ભરાવો થતા મગફળીને હરરાજીમાં લાવવા માટે વારંવાર બ્રેક લગાવવી પડે છે.ગત અઠવાડીયા દરમિયાન તળાજા માર્કેટીંગ યાર્ડમાં દૈનીક 4000 જેટલી ગુણીની આવક થતા તા.25 થી તળાજા માર્કેટીંગ યાર્ડમાં 29 તારીખ સાંજ સુધી હરરાજી માટે મગફળી ન લાવવા સુચના અપાઇ છે.

તળાજા યાર્ડમાં પાંચ તાલુકાના ગામોમાંથી હરરાજી
તળાજા માર્કેટીંગ યાર્ડમાં તળાજા તાલુકા ઉપરાંત ઘોઘા તાલુકા તેમજ જેસર, પાલીતાણા, મહુવા, શિહોરના ગામોનાં ખેડૂતોની મગફળી પણ હરરાજી માટે આવે છે જેથી યાર્ડ ચોગાનમાં મગફળીનો ભરાવો થઇ જતા વ્યવસ્થાનાં ભાગરૂપે તા.25.11.21 સાંજ પછી આ અંગે ખેડૂતો અને વાહન ચાલકોને મગફળી ન લાવવા જાણ કરાઇ છે છતા કોઇ લાવે તો તેને ગેટ પ્રવેશ અપાશે નહી. તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી અજીતભાઇ પરમારે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...