હાલાકી:કાળઝાળ ગરમીમાં તળાજા પંથકમાં પશુપાલકો ઘાસચારો-પાણી માટે ચિંતિત

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તળાજા પંથકમાં જળસ્ત્રોત ખાલીખમ થતા દુધાળા માલઢોર માટે બનતો આકરો ઉનાળો
  • ઘાસચારો, પાણીની અછતની સીધી અસર દુધ ઉત્પાદનમાં, દુધનાં ભાવોમાં વધારાથી વપરાશકારોને માર

તળાજા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના આરંભથી જ જળસ્ત્રોત ખાલીખમ થઇ જતા દુધાળા પશુઓ માટે ઉનાળો આકરો થઇ પડે છે સાથે પશુપાલકોને ઘાસચારાની તંગી અને પશુઓ માટે પીવાનુ પાણી ચિંતાનો વિષય બન્યો છે.પશુઓને પુરતો આહાર ન મળતા છેવટે તેની અસર દુધ ઉત્પાદનમાં વર્તાઇ આવે છે.દુધની ઉંચી ગુણવતા જાળવવા ઘાસચારાની સાથે પોષ્ટીક આહાર પણ એટલો જ જરૂરી છે પણ ભાવોમાં વધારો પશુપાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિકાસ પામતા તળાજા પંથકમાં આ વર્ષનાં અનિયમિત વરસાદ અને વિષમ પ્રકારના વાતાવરણને કારણે ઉનાળો શરૂ થતા જ પાણીની તંગી વરતાઇ રહી હતી અને ઉનાળાનો પ્રારંભ થતા જ ઘાસચારાનાં વાવેતરને અસર થતા તેમજ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની ગંભીર તંગીને કારણે પાલતુ પશુઓના નિભાવ માટે ઘાસચારો અને પાણીની તંગી જણાતા ઉનાળો પશુપાલકો માટે વસમો સાબિત થઇ રહ્યો છે જેની આડઅસર રૂપે દૂધનું ઉત્પાદન ઘટવા તથા દૂધના ભાવોમાં રૂપીયા 4 થી 5 નો વધારો આમ પ્રજાને માટે પણ ભારે કષ્ટદાયક છે.

કેટલ ફીડના ઉત્પાદનથી આહારની સમસ્યામાં રાહત
ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સં લિ. દ્વારા સહકારી ધોરણે શિહોર નજીક સર ગામે ઉત્તમ ગુણવતા સભર પ્રતિદિન 300 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા અદ્યતન પશુદાણની ફેકટરીની સ્થાપનાથી સ્થાનીક કક્ષાએ આદર્શ અને ગુણવતા સભર પશુ આહારની સમસ્યા મહદ અંશે હલ થઇ રહી છે. - મહેન્દ્રભાઇ પનોત, પ્રમુખ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક
સંઘ લી.

દુધની ઉંચી ગુણવતા જાળવવા ઘાસચારો- પોષ્ટીક આહાર જરૂરી પણ ભાવ આસમાને
દુધાળા માલઢોર માટે દૂધની ઉંચી ગુણવતા જાળવી રાખવા ચારા ઉપરાંત કપાસીયા, કપાસખોળ, ટોપરાનો ખોળ ખોરાકમાં જરૂરી છે જેના ભાવો હાલ કપાસીયા ખોળના મણના 700થી 750 તથા ટોપરાનાં ખોળનાં મણનાં 900 થી 1000 હોય ઉનાળો પશુપાલકો માટે કસોટી સમાન હોય છે.

ઉનાળાનાં પ્રારંભથી જ લીલોચારો જે અગાઉ 40 થી 60 રૂપીયે મણ મળતો હતો તેના ભાવો હાલ 60 થી 80 રૂપીયા બોલાય છે તેમજ દુધાળા માલઢોર માટે અનિવાર્ય ગુણકારક એવી સુકી કડબનાં ભાવ જે અગાઉ 150 થી 170 રૂપીયે મણ હતો તેના ભાવ પણ મણે 200 થી 275 એ પહોંચી ગયા છે.કપાસીયાનાં ભાવ જે અગાઉ 800 થી 900 રૂપીયે મણ હતો તેના ભાવો હાલ મણનાં 900 થી 1050 રૂપીયા બોલાય છે. આ સંજોગોમાં માલધારીઓ માટે માલઢોરનો નિભાવ આકરો થઇ પડે છે.

અન્ય સમાચારો પણ છે...