તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ડુંગળી પાકમાં અવ્વલ ગણાતા તળાજા તાલુકામાં ડુંગળીનું વાવેતર સતત ઘટયુ

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર વર્ષમાં ચાલુ વર્ષમાં સૌથી ઓછા વાવેતરનો તાલુકાનો રેકોર્ડ
  • યાર્ડમાં કારોબાર બંધ હોવાથી વેચાણમાં મુશ્કેલીથી અન્ય પાક તરફ ખેડૂતો વળ્યા

કુદરતી પરિબળો, સાનુકુળ જમીન અને ખંતીલા ખેડૂતોને કારણે તળાજા તાલુકો ડુંગળી પાકમાં અવ્વલ રહેતો હતો. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષોમાં વિવિધ કારણોસર ડુંગળી પાક માટે સાનુકુળ ગણાતા રવિ વાવેતરમાં ડુંગળીનું વાવેતર ઉત્તરોતર ઘટતું ગયું છે. છેલ્લા બે વર્ષથી સાનુકુળ વરસાદ હોવા છતા ડુંગળીનું વાવેતર અગાઉનાં નબળા વર્ષ કરતા પણ ઓછુ થતું જાય છે.

જેનાં કારણમાં વિષમ વાતાવરણને કારણે ડુંગળીનાં વાવેતરને નુકસાન થયું હતું ઉપરાંત છેલ્લા બે ત્રણ વર્ષથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ખરીદીનો કારોબાર બંધ થતા તળાજા વિસ્તારનાં ખેડૂતોને ડુંગળીનાં વાવેતરમાં ઉત્સાહ ઘટતો જાય છે. રાજયમાં ડુંગળીમાં ભાવનગર જીલ્લો પ્રથમ ક્રમે રહે છે. તેમાં પણ જીલ્લાનાં કુલ રવિ વાવેતરમાં તળાજાનો હિસ્સો અધિકતમ રહેતો હતો. છેલ્લા વર્ષોમાં ભાવ.જીલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડતો હોઇ પિયતની સુવિધા સારી હોઇ જીલ્લામાં ડુંગળી વાવેતરમાં એકંદરે વધારો જોવા મળે છે. જેની સામે તળાજા તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં ડુંગળીનું વાવેતર ઘટતું રહયું છે.

વિષમ પરિસ્થિતી ઉત્પાદન માટે અસરકર્તા બની
છેલ્લા વર્ષોમાં વિષમ વાતાવરણથી બિયારણનાં ઉગવાની ટકાવારી ઘટવા, રોગ જીવાતોનો ઉપદ્રવ વધતા તેમજ વધુ પડતા પાછોતરા વરસાદથી ઘાવરીયા બિયારણનાં વાવેતર ફેઇલ થવા લાગેલ જે અંગે ખેતીવાડી નિષ્ણાંતો દ્વારા સંશોધન અને સર્વે કરી યોગ્ય ઉપાયો કરવા જરૂરી તેમજ સરકારની નિકાસ અંગેની નિતિથી ડુંગળી ઉત્પાદકોને આર્થિક નુકસાન જાય છે. > શાંતિભાઇ જી. ધાંધલ્યા, ચેરમેન ગુજ.કો.ઓ.ઓનિયન.ગ્રો.ફેડ.લિ.

અન્ય સમાચારો પણ છે...