ખેડૂતોને ઘરઆંગણે જ સુવિધા:આઠ વર્ષ બાદ તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજીનો આરંભ

તળાજા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે ખેડૂતોને ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે
  • પ્રથમ દિવસે 196 ગુણી ડુંગળીની આવક સાથે રૂપિયા 220 થી 350 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઇ

તળાજા શહેરમાં માર્કેટીંગ યાર્ડમાં આઠ વર્ષ બાદ ડુંગળીનો આરંભ થતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે અને હવે ખેડૂતો ઘરઆંગણે તળાજા યાર્ડમાં જ ડુંગળીનું વેચાણ કરી શકશે.એક અંદાજ મુજબ શનિવારે પ્રથમ દિવસે તળાજા યાર્ડમાં 196 ગુણી ડુંગળીની આવક રહેવા પામી હતી અને રૂ.220થી 350 જેટલો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

કોઈને કોઈ કારણસર ઘણા વર્ષથી તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ શકતી ન હોવાને કારણે તળાજા તાલુકાના ડુંગળી ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાની થઇ રહી હતી અને ડુંગળીનું ઉત્પાદન ઉતરોત્તર ઘટતું રહ્યું હતું પરંતુ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ,ઉપપ્રમુખ અને સેક્રેટરીના પ્રયત્નોને કારણે આ વર્ષે તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની હરરાજીનો પ્રારંભ થયો છે.

માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા, વાઇસ ચેરમેન મશરીભાઇ ભાદરકા તેમજ તળાજામાર્કેટીંગ યાર્ડના ડીરેકટર ઘનશ્યામસિંહ સરવૈયા,માર્કેટિંગયાર્ડ સેક્રેટરી અજીતભાઈ પરમાર તથા ડુંગળી વેપારી એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામસિંહ વાળા વગેરે વેપારીઓએ ખરીદી માટે ઉત્સાહ દાખવીને ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. શનિવારે પ્રથમ દિવસે 196 ગુણી ડુંગળીની આવક થઇ હતી અને ડુંગળીની ગુણવત્તા અને સાઈઝ પ્રમાણે રૂપિયા 220 થી 350 સુધીનો ભાવ રહ્યો હતો તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...