તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટ્રેશન:તળાજા ચેમ્બર ઓફ કોમર્સનું સત્તાવાર રીતે થયુ રજિસ્ટ્રેશન

તળાજાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીઓના વણઉકેલ પ્રશ્નોને વાચા આપશે
 • તળાજા વિસ્તારમાં ધંધા રોજગારના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી સંગઠિત પહેલ

તળાજામાં ઘણા સમયથી તાલુકાના વેપાર-ઉદ્યોગ અને રોજગાર ના સર્વાંગી વિકાસ સાથે વેપારીઓનું હિત જળવાય તે માટે વેપારીઓ સત્તાવાર રીતે રજીસ્ટર થયેલ વેપારી મંડળ ની સંસ્થા ન હતી. આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પછાત રહેલ તળાજા તાલુકામાં તળાજા શહેરને કેન્દ્રમાં રાખીને વેપાર-ઉદ્યોગ ના પ્રશ્નો ના અસરકારક સંચાલન અને ઉકેલ માટે કાયદાકીય રીતે સ્થપાયેલ વેપારી મંડળ ની જરૂરિયાત ને અનુસંધાને તાજેતરમાં તળાજા ચેમ્બર ઓફ કોમર્સ ની રચના કરવામાં આવી છે. અને તેને અસરકારક બનાવવા માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે તે હેતુથી સૌરાષ્ટ્ર-ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કિરીટભાઈ સોની સાથે મળી સત્તાવાર રજિસ્ટ્રેશન કરવાની ગતિ વિધિ કરીને વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રના આગેવાનોની એક મિટિંગ કરી તેનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જેના સ્થાપક પ્રમુખ તરીકે ભરતભાઈ ઠંઠ અને સાથે રસિકભાઈ સોની, હાર્દિકભાઈ ઓઝા( એડવોકેટ), મા.યાર્ડના ડીરેકટર હરજીભાઈ ધાંધલીયા, જિનિંગ એસો. ના પ્રમુખ મધુભાઈ ભાદરકા, અયુબભાઈ દસાડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા( ઈન્દ્રાણી ગેસ), સહિત કારોબારીની રચના કરવામાં આવી અને તળાજા વિસ્તારમાં ધંધા-રોજગાર અને ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ થાય એવા પગલાં લેવા પ્રાથમિક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તે માટે તળાજામાં સત્તાવાર ઓફીસ શરૂ કરી સભ્ય નોંધણી કરીને વેપારી સંગઠનને નક્કર સ્વરૂપ આપી કાર્યરત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો