અનુરોધ:સિંચાઇ સુવિધા માટે તળાવો ઉંડા ઉતારવાની આવશ્યકતા

તળાજા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિહોર પંથકના તળાવ-ચેકડેમો કાપથી બુરાયા
  • ​​​​​​​નવા જળાશયો નિર્માણ કરવાથી અનેક ગામોને બારમાસી સિંચાઇનો લાભ મળી શકે

તળાજા તાલુકાનાં દિહોર, ટીમાણા પંથકનાં કેટલાએ અંતરીયાળ ગામો જે તળાજા શિહોર - પાલીતાણા તાલુકાની વચાળ આવેલ હોવા છતાં માત્ર વરસાદ આધારીત ખેતી અને કેટલાક વિસ્તારમાં શેત્રુંજી સિંચાઇનો લાભ ઓછો મળતો હોય આ વિસ્તારમાં પાણી અને સિંચાઇ સુવિધા વધારવા માટે જુના તળાવો ઉંડા કરવા માટે નિર્મળાબેન ઇશ્વરભાઇ જાનીએ કાર્યપાલક ઇજનેર, જી.પંચાયત સિંચાઇ વિભાગ સમક્ષ લેખીત રજુઆત કરી આ વિસ્તારનાં અનુભવી ખેડૂતો,આગેવાનો, યુવાનોનો સહકાર મેળવી ઓછા ખર્ચે વધુ સિંચાઇ સુવિધા ઉભી કરવા અનુરોધ કરેલ છે.

દિહોર વિસ્તારમાં આવેલ જુના તળાવ-ચેકડેમો કાંપથી બુરાઇ ગયા હોય આવા દિહોર-રાજપરા નં.2 રોડ પર નંદનીલ તરીકે ઓળખાતું તળાવ ઉંડુ અને પહોળુ કરવા તથા દિહોર ધણહેર વિસ્તારમાં ચાલુ તળાવ ઉંડુ ઉતારવા તેમજ બાખલકા વાડી વિસ્તારનાં ચેકડેમનો કાંપ દૂર કરી ઉંડા ઉતારવાની ખાસ જરૂરીયાત છે.

આ જળસંચય કામ માટે જે તે વિસ્તારમાં સર્વે કરવા માટે સિંચાઇ વિભાગને આ અગાઉ જીલ્લા પંચાયત દિહોર સીટનાં પૂર્વ સદસ્યા નિર્મળાબેન ઇશ્વરભાઇ જાનીએ અવારનવાર રજુઆત કરી હતી દિહોર પંથકનાં ગામોને ખેતીમાં બારમાસી પિયતનો લાભ મળે તે માટે આ વિસ્તારનાં ગામોનાં ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. આ વિસ્તારમાં અનેક સ્થળો એવા છે કે મજબુત પાળો બાંધીને કુદરતી તળાવનું સર્જન થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...