તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસને વધુ એક ઝટકો:નગર સેવિકાએ રાજીનામું આપી ભા.જ.પમાં જોડાયા

તળાજા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા નગર પાલિકામાં કોંગ્રેસને વધુ એક ઝટકો
  • કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લઇ તળાજા પાલિકામાં ભાજપ સતામાં આવ્યું હતું

તળાજા નગરપાલિકાનાં વોર્ડ નં 6 માં કોંગ્રેસ પક્ષમાંથી સદસ્યા તરીકે ચુંટાયેલ દિવ્યાબા મહેન્દ્રસિંહ સરવૈયાએ આજે નગરપાલીકાનાં સદસ્ય તરીકે તેમજ કોંગ્રેસ પક્ષનાં સભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા તળાજા કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે.

તળાજા નગરપાલીકાની બીજી ટર્મમાં ભા.જ.પ માંથી પક્ષ પલટો કરીને કોગ્રેંસ પક્ષનો સાથ મેળવીને નગરપાલીકાનાં પ્રમુખ થયેલ વીનુભાઇ વેગડને પક્ષ પલટા ધારા હેઠળ સભ્યપદે ગેરલાયક ઠેરવ્યા બાદ તળાજા નગરપાલીકામાં સત્તા પલ્ટો થઇ ભાજપનું શાસન આવી ગયું છે અને હવે દિવ્યાબાએ નગર પાલિકાના સભ્યપદે રાજીનામુ આપી દેતા નગરપાલીકા 26 સભ્યોમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 11 થઇ ગયું છે.

રાજીનામાં સમયે દિવ્યાબાનાં પતિ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે મારા દાદા પોલુભા જીજી રાષ્ટ્રીવાદી વિચારધારા ધરાવતા હોઇ ત્રણ પેઢીથી અમારો પરિવાર જનસંઘ અને ભા.જ.પ નાં સમર્થક રહયા છીએ અને હવે માતૃપક્ષમાં ઘરવાપસી બાદ આગામી સમયમાં તળાજા શહેર તાલુકા ભાજપ સંગઠન જે કોઇ જવાબદારી આપશે તેનો નિષ્ઠાપૂર્વક સ્વિકાર કરી જન વિકાસમાં સહભાગી થઇશું.

અન્ય સમાચારો પણ છે...