તળાજા એસ.ટી.ડેપોનાં નવા અદ્યતન બસ સ્ટેન્ડનાં પ્રારંભ પછી પણ તળાજા વિસ્તારની એસ.ટી. પરીવહનની સુવિધા ખાસ વધારાઇ નથી. તળાજા શહેર તાલુકો ખેતીવાડી અને ગ્રામ વિકાસ ક્ષેત્રે પ્રગતિશીલ હોવા છતા.આઝાદીનાં સાત દાયકા બાદ તાલુકાનાં અનેક ગામો એસ.ટી પરિવહનની સરળ સુવિધાથી હજુ પણ વંચિત છે.
તળાજા શહેર તાલુકાનું મુખ્ય કેન્દ્ર હોય આજુબાજુનાં તેમજ દૂર દૂરનાં અંતરિયાળ ગામોમાંથી તળાજા આવવા કે અન્યત્ર જવા માટે એસ.ટી બસ ની નિયમિત સુવિધાનાં આભાવે આવા વિસ્તારનાં ઉતારૂઓ કે વિદ્યાર્થીઓ ને ના છુટકે ખાનગી વાહનોમાં જોખમભરી સવારી કરીને મુસાફરી કરવી પડે છે.
તળાજાનાં નવા એસટી સ્ટેન્ડનાં પ્રારંભે વાહન વ્યવહારમંત્રી અને અધિકારીઓએ એસ.ટી સુવિધાનો ગ્રામ્ય વિસ્તારમાં વધારો કરવા નવા શિડયુઅલનાં આયોજન કરવાની જાહેરાત કરી હતી. જેનો હજુ યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી .
એસ.ટી.સુવિધાથી વંચિત આ બધા ગામો
તળાજાનાં નાની મોટી બાબરીયાત,નાની મોટી માંડવાળી,માયધાર,નેસવડ,હમીરપરા,ભારોલી,મામસી, શેવાળીયા, ભેગાળી,દાત્રડ,ઉપરાંત હાજીપર, છાપરી, ધાણા,ખારડી,કોદીયા,બેલડા,પાદરગઢ,કુંડવી, રામપરા, પાદરી(ભ),શેળાવદર, વાવડી,ભૂંગર,ગાઘેસર,બોડકી જેવા અંતરીયાળ ગામડાઓ તથા કંઠાળ વિસ્તારનાં નીચડી,મહાદેવપરા ,સખવદર, મંગેળા, ઇસોરા,પાદરી(ગો),તખતગઢ,ભારાપરા, મથાવડા, આસપાસનાં ગામોનાં લોકો એસ.ટી બસની સેવા મળતી નથી અથવા તો એકાક ટાઇમે મળે જે લોકોને ઉપયોગી થતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.