સતત ધમધમતા તળાજા-મહુવા નેશનલ હાઇવે આજુબાજુનાં અનેક અંતરિયાળ 10થી વધુ ગામોનાં લોકો મળવાપાત્ર તમામ પ્રકારની આંતર માળખાકિય સુવિધાઓ ઝંખી રહયા છે. સિંચાઇ,એસ.ટી, રસ્તા સહીત પાયાની સુવિધા વિહોણા છે ખેતી-શિક્ષણ-આરોગ્ય-ક્ષેત્રે અન્યાય સહન કરી રહયાં છે.
તાલુકાના નાના-મોટા ઘાણા, નવી-જુની છાપરી, જાલવદર, ઉપરાંત કોદીયા, બેલડા, દુદાણા, પાદરગઢ જેવા કૃષિ આધારીત ગામો આઝાદીનાં સાતમાં દાયકામાં પણ અનેક સુવિધાઓથી વંચિત રહે છે. જેથી ખેડૂતો, કારીગર વર્ગ, વિદ્યાર્થીઓ-ઉપરાંત નોકરીયાત વર્ગને પંચાયતી રાજ યોજનાનાં અમલી કરણમાં અન્યાયનો ભોગ બન્યાની લાગણી થઇ રહી છે.
આ ગામડાઓ હાઇવે થી ગુરૂ આશ્રમ બગદાણા જવાનાં ટુંકા માર્ગ આવેલ આ ગામોનાં રસ્તો સીંગલ પટ્ટી હોવાથી ચોમાસામાં વારંવાર ધોવાણ થઇ જાય છે. આ ગામોને એસ.ટી ની સુવિધા અપૂરતી મળે છે જેનાં કારણે તાલુકા મથકની શાળામાં અભ્યાસ કરતી બાળાઓ અને વિદ્યાર્થીઓને ફરજીયાત છકડા જેવા જોખમી વાહનમાં અપ ડાઉન કરવું પડે છે.તાલુકાના આવા સુવિધા વિહોણા ગામોમાં સરકાર દ્વારા તાકીદે પુરતી સુવિધાઓ પુરી પાડે તો સાચો વિકાસ થયો ગણાય.
આરોગ્યલક્ષી સુવિધા મેળવવા હેરાનગતિ
આ બધા ગામોમાં નહેરની સુવિધા ન હોવાથી પિયત સુવિધાનાં અભાવે ખેડૂતોને બારમાસી ખેત આયોજન થઇ શકતું નથી. તેમજ આરોગ્ય વિષયક સરકારી સેવાઓ માટે આ ગામોથી દુર તળાજા અને ઠળીયાનાં આરોગ્ય કેન્દ્રો હોવાથી આવા અનેક અંતરિયાળ ગામોને રાત્રે અથવા જરૂરિયાતનાં સમયે સરકારનાં આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.