પાણી ચાર્જ:મહિના પાણીથી તળાજા પાલીકાને પાંચ કરોડ જેટલો આર્થિક બોજો

તળાજા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય જળસ્ત્રોતનો ઉપયોગ કરવાથી પાણી ખર્ચ બચી શકે
  • નગરપાલિકાને દૈનિક 35 લાખ લીટર મહીના પાણીના અંદાજિત રૂ.સાડા ત્રણ લાખનો ચુકવવો પડતો પાણી ચાર્જ

તળાજા શહેરને પીવાના પાણી ક્ષેત્રે અગાઉના સુચારૂ આયોજનને કારણે નગરજનોને દૈનીક પુરતુ પાણી મળી રહે છે જે માટેની દૈનીક ચાર.એમ.એલ.ડી પાણીની જરૂરીયાત સામે છેલ્લા બે વર્ષથી મહિયોજના દ્વારા દૈનીક 3.5 એમ.એલ.ડી. (35 લાખ લીટર) પાણી મેળવી પાણી વિતરણ કરવામાં આવે છે જે તળાજા નગરપાલીકાને આર્થિક રીતે બોજા સમાન હોય તળાજાના હિતમાં ધનેશ્વર ચેકડેમ તથા અન્ય જળસ્ત્રોતનો પણ વિકલ્પરૂપે ઉપયોગ કરવામાં કરવામાં આવે તેમજ શેત્રુંજી જળાશયની બંધ પડેલ પાણી પુરવઠા યોજના પુનર્જીવીત કરવામાં આવે તો પાણીનો આર્થિક ખર્ચ બચે તેમ છે.

તળાજામાં અગાઉનાં વર્ષોમાં તળાજા નદી પરનાં બે જળમ કુવાઓ તથા શેત્રુંજી નદીનો સમૃધ્ધ ઘોઘારીયો કુવો ઉપરાંત 15 વર્ષ પહેલા શેત્રુંજી નદી પર નગર પાલીકાએ બાંધેલ વિશાળ ચેકડેમથી ભરપુર પાણી મળી રહેતા ચોમાસુ અને શિયાળામાં મહિ યોજનાનું પાણી લેવાની જરૂરીયાત ન રહેતી અને ખાસ સંજોગોમાં અને ઉનાળાના છેલ્લા મહિનાઓમાં લેવામાં આવતું હતુ પરંતુ હવે છેલ્લા 5 વર્ષથી ફકત મહિના પાણીનો ઉપયોગ કરવામાં આવતા પરંપરાગત જળસ્ત્રોત નિષ્ક્રીય થઇ જાય છે ઉપરાંત મહિના પાણીનો ખર્ચ પણ અનેક ગણો આવે છે તે હકકીત ધ્યાને લેવી જોઇએ.

મહિના પાણીનો અધધ મહિને 3 લાખથી વધુ ચાર્જ
તળાજા તળાજા નગરપાલિકાને મળતા મહી પરીએજ યોજના પાણીનો ચાર્જ એમ.એલ.ડી. પ્રમાણે ગણતરી કરવામાં આવે તો માસિક રીતે અંદાજીત રૂપિયા 3,47,000 થી વધુ થવા જાય છે અને ઘણા વર્ષથી ખેંચાતી આવતી બાકી રકમ રૂપિયા પાંચ કરોડથી વધારે હોવાનું જાણવા મળેલ છે.

બીનઉપયોગી ચેકડેમનો ઉપયોગ કરી શકાય
તળાજા નગરપાલીકા દ્વારા 2005મા તળાજાના ધનેશ્વર નજીક શેત્રુંજી નદીના વિશાળ પટ્ટમાં રૂ.એક કરોડનાં ખર્ચે 175 મીટર લંબાઇ અને 2.5 મીટર ઉંડાઇ ધરાવતા વિશાળ ચેકડેમનું નિર્માણ કરાયેલ જેની 22.46 એમ.સી.એફ.ટીની જળસંગ્રહ ક્ષમતાથી 1 કિમી થી લાંબુ જળાશય બનતા તળાજા શહેરની પીવાના પાણીની જરૂરીયાત મહદ અંશે પુરી પડી જતી હતી. છેલ્લા ઘણા સમયથી આ ચેકડેમ બિન ઉપયોગી હોય તેવી સ્થિતિ દર્શાવાઇ રહી છે.આ ચેકડેમનું પાણી ફીલ્ટર કરીને તળાજાને વધારાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરાય તો મહિના પાણીનો આર્થિક બોજ તળાજાની જનતા પર ન પડે.

અન્ય સમાચારો પણ છે...