તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યને ખતરો:તળાજામાં ઠેરઠેર મોબાઇલ ટાવરથી આરોગ્યને ખતરો, રહેણાંકો અને શાળાઓ નજીક પ્રસરતા રેડીએશન તથા ધ્વનિપ્રદૂષણ જોખમી

તળાજાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તળાજા શહેરમાં સંદેશ વ્યવહાર અને ડીજીટલ ઇક્વિપમેન્ટસનાં વિકાસની સાથે નગરમાં ઠેર-ઠેર ઉભા કરાયેલ મોબાઇલનાં તોતીંગ ટાવરોથી લોકોનાં સામાન્ય જીવનમાં સુક્ષ્મ રીતે ખતરાની ઘંટી વાગી રહી છે. આવા ટાવરોને કારણે નજીકનાં વિસ્તારમાં ચોમેર રેડીએશન અને ધ્વની પ્રદુષણથી રહેણાંકી વિસ્તારો, શાળાઓ અને જાહેર આરોગ્ય પ્રભાવીત થઇ રહ્યા છે જેની ગંભીરતા સમજી આવા ટાવરો દુરનાં વિસ્તારોમાં સ્થાપીત કરવા જોઇએ તેવી માંગ ઉઠી છે.

તળાજામાં શિવાજીનગર, ગાયત્રીનગર, દિનદયનળનગર સહીત રહેણાંકી વિસ્તારો તેમજ કેટલીક જગ્યાએ શાળાઓ અને હોસ્પિટલની નજીક ઉભા કરાયેલ મોબાઇલ ટાવરો દ્વારા ચોમેર પ્રસરતા કોસ્મીક રેઇઝ અને તેમજ આવા ટાવરોને કાર્યરત રાખવા મશીનરીનાં જનરેટરથી ધ્વની પ્રદુષણ ફેલાઇ રહેલ છે.

ઉપરાંત આવા મસમોટા ટાવર વાવાઝોડુ કે ક્યારેક હોનારતથી કુદરતી ધારાશાયી થાય તો આસપાસનાં રહેણાંકો, રહેવાસીઓ માટે આફતરૂપ થઇ શકે છે. ટાવરો તેમાં સ્થાપીત નિતી-નિયમોથી વિરૂધ્ધ, તંત્રની ઢીલી નિતીને કારણે ઉભા કરેલ હોય તો તેને વિના વિલંબે ખસેડવાની કાર્યવાહી કરવી જોઇએ તેવી પ્રજાકીય લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો